Home /News /rajkot /દીવાલમાં માથા પટકાડી, શ્વાસ ના રૂંધાઇ ત્યાં સુધી સાવકા બાપે નાક અને મોઢું દબાવી કરી માસુમ દીકરીની હત્યા
દીવાલમાં માથા પટકાડી, શ્વાસ ના રૂંધાઇ ત્યાં સુધી સાવકા બાપે નાક અને મોઢું દબાવી કરી માસુમ દીકરીની હત્યા
માસુમ દીકરીની હત્યા
Step Father Killed Daughter: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ સાવકી માસુમ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. બાળકીની તપાસ કરતા બાળકી મળી ન આવતા બાળકીની માતા રુકમણી બહેને આઇપીસીની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ સાવકી માસુમ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. ત્યારે પોલીસે માસુમ બાળકીની હત્યા કરનારા સાવકા પિતા એવા અમિત શ્રીકાંત ગૌડ ની ધરપકડ કરી છે.
આઇપીસીની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાઈ
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ડીસીપી સજ્જન સિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળથી અઢી વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. બાળકીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમિત શ્રીકાંત ગૌડ પોતાની સાવકી દીકરીને લઈ ઘરેથી નીકળ્યો હતો. બાદમાં પોતે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, અનન્યાને કોઈ ફોર વ્હીલ ચાલકે અડફેટે લીધી છે. તેને દવાખાને સારવારમાં લઈ ગયેલ છે. ત્યારબાદ આ જ દિવસ સુધી બાળકીની તપાસ કરતા બાળકી મળી ન આવતા બાળકીની માતા રુકમણી બહેને આઇપીસીની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
જે ગુના અંતર્ગત આરોપીની શોધખોળ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના ભરત બોરીસાગર અને તેમની ટીમના વિજેન્દ્રસિંહ ઝાલા અને સત્યજીતસિંહ જાડેજાને ખાનગી રહે બાકી મળી હતી કે, આરોપી પોતાના વતનમાં નાસી જવાનો છે. જે માટે તે ગાંધીનગર પહોંચી ચૂક્યો છે. ત્યારે આરોપી પોતાના વતનમાં નાસી જાય તે પૂર્વે જ એલસીબીની ટીમ દ્વારા ગાંધીનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ ગુનાના કામે તેની ધરપકડ પણ કરવામાં આવી છે.
પોલીસની પૂછપરછમાં આરોપી અમિતે જણાવ્યું છે કે, અઢી વર્ષની અનન્યાનું ભરણપોષણ કેવી રીતે કરીશું તે બાબતે અવારનવાર મરણ જણાની માતાને પૂછતો હતો. આરોપીને સતત એવું લાગતું રહ્યું હતું કે, માસુમ અનન્યા તેના લગ્ન જીવનમાં બાધા રૂપ થાય છે. ત્યારે માસુમનું કાયમી માટે કસર કાઢવા અમિતે પ્લાન બનાવ્યો હતો. જે અંતર્ગત તેણે સૌપ્રથમ અનન્યાને વાવરું જગ્યાએ લઈ જઈ તેને મોઢા પર મારી મોઢાના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ દીવાલ સાથે માથા ભટકાડી માથાના ભાગે પણ ઈજા પહોંચાડી હતી. તો સાથે જ મોઢા પર તેમજ નાક પર પોતાનો હાથ દબાવી જ્યાં સુધી માસુમ બાળકી અનન્યાનો શ્વાસ રૂંધાઇ ન જાય ત્યાં સુધી હાથ ન હટાવી તેનું મોત નીપજાવ્યું હતું. હત્યા કરી બાળકીની લાશને ગોંડલ રોડ પર આવેલ શિવ હોટલ પાસે વિમલ ટાયર ના પટ તરીકે ઓળખાતા ખુલ્લા મેદાનમાં બાવળની ઝાડી વચ્ચે નાખી દીધેલ હતી.