Home /News /rajkot /રાજકોટમાં બાગેશ્વર ધામના વિવાદિત ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે પૂછતા મોરારિ બાપુનું નિવેદન, કહ્યુ - મને બહુ પરિચય નથી

રાજકોટમાં બાગેશ્વર ધામના વિવાદિત ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે પૂછતા મોરારિ બાપુનું નિવેદન, કહ્યુ - મને બહુ પરિચય નથી

ડાબે મોરારિ બાપુ અને જમણે ધીરેન્દ્ર શાસ્ત્રી - ફાઇલ તસવીર

Morari Bapu over Dhirendra Shastri: રાજકોટમાં પત્રકારોએ મોરારિ બાપુને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે પૂછતા તેમણે કહ્યુ કે, તેઓ બહુ પરિચિત નથી.

રાજકોટઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારિ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, ‘મને બહુ પરિચય નથી.’ ઉલ્લેખનીય છે કે, 9 મહિના પહેલાં યોજાયેલી એક કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારિ બાપુને યુગ તુલસી અને પ્રવર્તમાન તુલસી કહીને સંબોધિત કર્યા હતા. આ ઉપરાંત વ્યાસપીઠ નજીક ઊભા રહીને પ્રવચન પણ આપ્યું હતું.

કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, ‘ક્યારેક દિપક સૂર્યની સામે ફસાઈ જાય છે. તેમ આજે હું પણ ફસાયો છું. આજે ભારતમાં કોઈ યુગ તુલસી હોય તો તે બાપુ છે, પ્રવર્તમાન તુલસી હોય તો તે બાપુ છે. હું બાપુના તલગાજરડા પણ ગયો છું.’ તેટલું જ નહીં, બુંદેલખંડમાં ચાલી રહેલી કથામાં મોરારિ બાપુને ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. ત્યારે પત્રકારોએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારિ બાપુને સવાલ કરતા તેમણે કહ્યુ હતુ કે, ‘મને બહુ પરિચય નથી.’


બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મામલે અનેક વિવાદ


ધીરેન્દ્ર શાસ્ત્રી સભાઓમાં ભૂતપ્રેતની સારવાર કરતા હોવાનો પણ દાવો કરે છે. તેઓ મંચ પરથી ફૂંક મારે છે અને એકઠી થયેલી ભીડમાંથી ચીસો સંભળાય છે. ભીડમાંથી ઊભા થતા પુરુષો અને સ્ત્રીઓ ચીસો પાડે છે. ધીરેન્દ્ર કહે છે કે, ‘તેમને વધુ ફટકારો, સાંકળોથી બાંધી લો.’ ધીરેન્દ્ર વારંવાર ભારપૂર્વક કહે છે કે, ‘અમે કોઈ ચમત્કાર કરતા નથી. આ તો બાલાજીની કૃપા છે. જે કરે છે એ તેઓ જ કરે છે. અમે કશું કહેતા નથી, બાલાજી કહે છે.’ ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રદ્ધાળુઓની સમસ્યા વિશે જ નહીં, પણ કાશ્મીર ફાઇલ્સ, પઠાન જેવી ફિલ્મોથી માંડીને હિન્દુ રાષ્ટ્ર તથા સનાતન ધર્મની વાતો પણ કરે છે અને સતત વિવાદોમાં છવાયેલા રહે છે.
First published:

Tags: Morari bapu, Moraribapu, Rajkot News