Home /News /rajkot /Rajkot: આ દિવ્યાંગ વ્યક્તિ પગથી એવી કાર ચલાવે છે કે લોકો મોઢામાં આંગળા નાખી જાય છે, જોવા જેવો છે Video

Rajkot: આ દિવ્યાંગ વ્યક્તિ પગથી એવી કાર ચલાવે છે કે લોકો મોઢામાં આંગળા નાખી જાય છે, જોવા જેવો છે Video

હાથ

હાથ ન હોવાથી પગથી કરે છે તમામ કાર્ય

જેન્તીભાઇ વધુમાં જણાવે છે કે, રાજકોટ, અમદાવાદ, સોમનાથ, બગદાણા, જૂનાગઢ સુધી કાર લઈને જાવ છું. પાછળ બેઠા હોય તે  થોડીવાર ધ્રુજી જાય પણ હજી કોઈ દિવસ અકસ્માત થયો નથી

    Mustufa Lakdawala, Rajkot: બે હાથ ન હોય તો કોઈપણ વ્યક્તિ કઈ પણ કામ ન કરી શકે. પણ અહીં વાત ઉલ્ટીગંગા સમાન છે. વાત છે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના દેવ ગામના જેન્તીભાઈ ચૌહાણની. જન્મથી જ બંને હાથ ન હોવા છતાં બીજાના સહારે જીવવાની આશા રાખ્યા વગર પોતાની જિંદગી પગેથી તમામ કામ કરી શાનથી જીવી રહ્યા છે. જેન્તીભાઇ પગેથી કાર એવી ચાલાવે કે લોકો પણ મોઢામાં આંગળા નાખી જાય છે અને યુવાનોને શરમાવે એવી હિંમત ધરાવે છે.

    રાશનની દુકાન ચલાવે છે જેન્તીભાઈ

    લોધીકા તાલુકાના દેવ ગામમાં રહેતા જેન્તીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, હું પહેલેથી જ અપંગ છું. છતાં મારામાં હિંમત છે પગેથી કામ કરવાની, પગેથી લખવાનું, પગેથી ખાવાનું, પગેથી રસોઈ બનાવાની. તમામ કામ મને પગેથી ફાવે છે. જિંદગી આપણી રીતે જ જીવવાની, કોઈનો સહારો લેવાનો નહી. હું મારાં દિવ્યાંગ ભાઈઓને વિનંતી કરું છું કે, આપબળથી જિંદગી જીવાવની મજા છે એ શેમાય નથી.

    જેન્તીભાઇ પાંચ વર્ષ સરપંચ પણ રહી ચુક્યા છે

    જેન્તીભાઇ વધુમાં જણાવે છે કે,આજે માંગીને ખાવુ એ વસ્તુ સારી નથી. અમુક અમુક તો રોડ પર માંગતા હોય છે પણ એવુ ન કરવું જોઈએ. મારે રાશનની દુકાન છે અને બે ગામના મધ્યાહન ભોજન ચાલવું છું. બધું જ પગેથી કામ કરું છું. હું પાંચ વર્ષ સરપંચમાં રહી ગયો છું. ગામલોકોએ મને ખોબલે ખોબલે મત આપ્યા અને મને જીતાડ્યો. ગામ લોકોનો મને ખુબ જ સહકાર છે. આથી હું આગળ આવ્યો છું. ગામમાં સરકારની જે યોજના આવતી એ તમામ વિકાસના કામો કર્યા છે, મારે હાથ નથી પણ હું પગેથી ગાડી અને કાર ચલાવું છું. અત્યારે મારી પાસે ઇકો કર છે અને હું છે 15 વર્ષથી હું પગેથી કાર ચાલવું છું. પણ હજી સુધી મેં કોઈ દિવસ કાર ભટકાડી નથી.

    આ પણ વાંચો:  વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની વ્યથાને આ ગીત થકી વ્યક્ત કરી રહ્યાં છે આ વૃદ્ધા, સાંભળો વડીલોની વેદનાનું ગીત

    એક કલાક પગેથી મહાદેવની આરતી પણ ઉતારે છે

    જેન્તીભાઇ વધુમાં જણાવે છે કે, રાજકોટ, અમદાવાદ, સોમનાથ, બગદાણા, જૂનાગઢ સુધી કાર લઈને જાવ છું. પાછળ બેઠા હોય તેથોડીવાર ધ્રુજી જાય પણ હજી કોઈ દિવસ અકસ્માત થયો નથી. પોલીસે મને કોઈ દિવસ રોક્યો નથી, રોકે તો પણ મને જવા દે છે. આરટીઓના સાહેબે મારી પાસે ટ્રાયલ લીધી હતી પણ નિયમ મુજબ એ પણ લાઇસન્સ આપી ન શકે. હું રોજ ગામમાં મંદિરે પૂજા પણ કરું છું. બધું જ કાર્ય પગથી કરું છું. એક પગે હું કદાચ કલાક સુધી આરતી કરું ને તોય મને કોઈ તકલીફ પડી નથી. આ બધી મહાદેવની કૃપા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Latest News Rajkot, Rajkot Samachar, રાજકોટ, રાજકોટના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन