Home /News /rajkot /

રાજકોટ: મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યોગેશ ઝડપાયો, પત્નીએ આપઘાત કરતા ગયો હતો જેલમાં 

રાજકોટ: મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે યોગેશ ઝડપાયો, પત્નીએ આપઘાત કરતા ગયો હતો જેલમાં 

રાજકોટ એમડી ડ્રગ્સ

Rajkot MD Drugs: પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ માદક પદાર્થોનો જથ્થો મુંબઈથી લાવ્યાનું રટણ કરી રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ અગાઉ આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનાના કામે જેલમાં પણ જઈ આવ્યો છે.

રાજકોટ: રાજકોટ શહેર (Rajkot city)માં વધુ એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Special operation group)ની ટીમે આ પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન (A division police station) વિસ્તારમાં આવેલા મનહર પ્લોટમાંથી યોગેશ બારભાયા (Yogesh Barbhaya) નામના વ્યક્તિને મેફેડ્રોન ડ્રગ (MD drugs)ના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દ્વારા 6,69,000ની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. હવે આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. જે.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે મનહર પ્લોટ-2માં રહેતો યોગેશ બારભાયા નામનો વ્યક્તિ માદક પદાર્થનો જથ્થો લઈને આવી રહ્યો છે. જેણે સફેદ કલરનું લાલ અને કાળી ચોકડી ડિઝાઇન વાળો શર્ટ પહેર્યો છે. ચોક્કસ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની પાવન એપાર્ટમેન્ટ પાસે વોચમાં હતી. જે દરમિયાન યોગેશ એપાર્ટમેન્ટના ગેટ નજીક આવતા તેને અટકાવી તેની તપાસ કરતા તેના ખભે લટકાવેલા થેલામાંથી પારદર્શક પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી.

આ પણ વાંચો: પત્નીના ત્રાસથી કંટાળીને પતિનો આપઘાત

પોલીસે વધુમાં જણાવ્યુ હતુ કે, કોથળીમાં રહેલા સફેદ પાઉડર અંગે યોગેશની પૂછપરછ કરતાં તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. જે બાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એફએસએલના અધિકારીનો અભિપ્રાય મેળવતા તે સફેદ પાઉડર મેફેડ્રોન હોવાનું ખુલ્યું હતું. જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તરફથી આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એનડીપીએસની કલમ હેઠળ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


માદક પદાર્શનો જથ્થો મુંબઈથી લાવ્યો


પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ માદક પદાર્થોનો જથ્થો મુંબઈથી લાવ્યાનું રટણ કરી રહ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ અગાઉ આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનાના કામે જેલમાં પણ જઈ આવ્યો છે. યોગેશની પત્નીએ આપઘાત કર્યો હોવાથી આ મામલે તેની વિરુદ્ધ ગુનો નોંધાતા તેણે જેલવાસ ભોગવવો પડ્યો હતો. ત્રણેક મહિના પહેલા જેલમાંથી છૂટ્યા બાદ મુંબઇ તરફ ગયો હતો અને ત્યાંથી તે માદક પદાર્થ આવ્યો હોવાનું જણાવી રહ્યો છે. યોગેશ હેન્ડીક્રાફ્ટનું કામ કરે છે તેમજ નશો કરવાની આદત પણ ધરાવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, ડ્રગ્સ, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર