Home /News /rajkot /

રાજકોટ: 2,500-3,000 રૂપિયામાં વિદ્યાર્થીઓને વેચતા હતા MD ડ્રગ્સ, જૂનાગઢ-પોરબંદર સુધી જોડાયેલા છે તાર

રાજકોટ: 2,500-3,000 રૂપિયામાં વિદ્યાર્થીઓને વેચતા હતા MD ડ્રગ્સ, જૂનાગઢ-પોરબંદર સુધી જોડાયેલા છે તાર

પોલીસે બે લોકોની ધરપકડ કરી

Rajkot MD Drugs Case: મીડિયા સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ મોટાભાગે કોલેજોની આસપાસ જ પોતાના નશાનો કાળો કારોબાર ચલાવતા હતા. 0.7થી લઇ 1 ગ્રામ સુધીના જથ્થામાં મેફેડ્રોન ડ્રગ્સની પડીકીઓ તેઓ વિદ્યાર્થીઓને વેચતા હતા.

રાજકોટ: રાજકોટ શહેર જિલ્લા કેટલાય સમયથી નશાના કાળા કારોબારનું હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અવારનવાર પોલીસ કેસ કરી ડ્રગ્સ (MD drugs)ના ગોરખધંધા સાથે સંકળાયેલા લોકોને ઝડપી પાડે છે. આજ કડીમાં રાજકોટ એસોજીએ બે વ્યક્તિને મેફેડ્રોન ડ્રગસ સાથે ઝડપી પાડ્યા છે. જેના તાર જૂનાગઢ અને પોરબંદર સુધી લંબાયા છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (Rajkot special operation group) ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલી આવાસ યોજનાના કવાર્ટરમાં દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સ, દારૂની બોટલ તેમજ ઇન્જેક્શન ઝડપી પાડ્યા છે. પોલીસે ઝડપી પાડેલ બંને આરોપીઓએ ડ્રગ્સનો જથ્થો રાજકોટ, જૂનાગઢ તેમજ પોરબંદરના પાસેથી મેળવતા હોવાનું જણાવ્યું છે. તેમજ ડ્રગ્સનો જથ્થો નાનાં-નાનાં પેકિંગમાં વિદ્યાર્થીઓને આપતા હોવાનું પણ જણાવ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ મોટાભાગે કોલેજોની આસપાસ જ પોતાના નશાનો કાળો કારોબાર ચલાવતા હતા. 0.7થી લઇ 1 ગ્રામ સુધીના જથ્થામાં મેફેડ્રોન ડ્રગ્સની પડીકીઓ તેઓ વિદ્યાર્થીઓને વેચતા હતા. એક પડીકી દીઠ આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 2,500 થી 3,000ની રકમ ઉઘરાવતા હતા. પકડાયેલા આરોપી ઉમંગ અગાઉ ફાયરિંગના બનાવમાં તેમજ પ્રોહિબિશનના તેમજ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: થાર કાર સાથે ડેમમાં સ્ટન્ડ કરનાર એકની ધરપકડ

4.04 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું


સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આરોપીઓ પાસેથી 4.04 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 50 ml ઈંગ્લીશ દારૂ ભરેલી બોટલ, બે મોબાઈલ ફોન, 3 ઇન્જેક્શન, બેટરી સંચાલિત વજન કાંટો, વેક્યુમ પેક પ્લાસ્ટિકની દસ કોથળી, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં જલાલ કાદરી (Jalal Kadari) ફ્રૂટનો છૂટક ધંધો કરતો હોવાનું જણાવે છે તેમજ ઉમંગ પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું જણાવે છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે પોતે પણ નશાના બંધાણી હોવાના કારણે આ ધંધામાં સપડાયા હતા. સમગ્ર મામલે આગળ વધુ તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 24 કલાક 'ભારે' 

જૂનાગઢ-પોરબંદર સુધી જોડાયેલા છે તાર


આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે ત્યારે કોર્ટ તરફથી કેટલા દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. નશાના કાળા કારોબારના તાર પોરબંદર અને જૂનાગઢ સાથે જોડાયેલા છે ત્યારે આ મામલે વધુ કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવે છે તે પણ જોવું મહત્ત્વનું બની રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, ડ્રગ્સ, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन