Home /News /rajkot /Rajkot: ભારે કરી! આ ગધેડાઓ એટલા વિશેષ છે કે, તેમનો સન્માન સમારંભ યોજાયો, ગીતો ગવાયા

Rajkot: ભારે કરી! આ ગધેડાઓ એટલા વિશેષ છે કે, તેમનો સન્માન સમારંભ યોજાયો, ગીતો ગવાયા

X
હાલારી

હાલારી ગધેડા માટે વધામણી સમારંભ યોજાયો

કચ્છ ની સહજીવન સંસ્થા દવારા સૌરાષ્ટ્રમાં વિલુપ્ત થતા હાલારી ગધેડાના સંવર્ધન માટે અનોખી રીતે “વધામણી સમારંભ"

  Mustufa Lakdawala,Rajkot : રાજ્યના હાલારી પ્રજાતિના ગધેડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં હવે ફક્ત 450 જેટલી રહી છે. સાથે સાથે દૂધની ઊંચી માંગ હોતા ગધેડા ની કિંમત એક લાખથી પણ વધુ થઇ ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ હાલારી ગધેડાના સંવર્ધન માટે વિશેષ પગલાંઓ લઇ રહી છે. આ સંજોગોમાં આ અતિ ઉપયોગી પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા અંતે સહજીવન સંસ્થાએ બીડું ઝડપ્યું છે.  જેના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં ૨૫ ફેબ્રુઆરી, 2023ના દિવસે હાલારી ગધેડાના ખોલકાઓના વધામણી સમારંભનું અનોખી રીતે આયોજન થયું.

  આ સમારંભ હાલારી ગદર્ભ સંવર્ધન સમિતિ દવારા કરવામાં આવ્યું હતું.આ સમારંભમાં મોટાભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત ૧૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાલારી ગધેડાનું ઉછેર કરતા માલધારી ભાઈઓ, બહેનો તથા સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે હાલારી ગધેડાના સરંક્ષણના માટે ગોદભરાઈ(સીમંત) સમારંભનું આયોજન કર્યું હતું. ગયા વર્ષે જે હાલારી માદા ગદર્ભ ની ગોદભરાઈ કરાઈ હતી તેના બચ્ચાઓનો જન્મ થતા આ બચ્ચાઓ ની જન્મ ની વધામણીનો પ્રસંગ માલધારી સમાજ દવારા રંગે ચંગે અને હરોશે ઉલ્લાસમાં ઉજવવામાં આવ્યો હતો.  માલધારી બહેનો દવારા વધામણીની ખુશીના સોરઠી લહેકામાં ગીતોના ગુંજન સાથે, તાજા જન્મેલ ખોલકાંઓને તિલક, કુંકુ ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને બચ્ચાઓના જન્મની વધામણી કરવામાં આવી હતી. જયારે માલધારી ભાઈઓ દવારા ખોલકાંઓને ફૂલમાળા પહેરાવીને બચ્ચાઓની વધામણી કરાઈ હતી. નવા જન્મેલ દરેક ખોલકા પુખ્ત થતા તે સવા લાખની કિંમતના થઇ જશે. આમ લાખેણા એવા ખોલકાંઓને માલધારીઓ દવારા એક નવાજ અંદાજમાં વધામણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે પશુપાલન વિભાગ -રાજકોટના નાયબ સંયુક્ત નિયામક ડો. કાકડિયા અને ઉપલેટા વેટરનરી ડો. કાસુન્દ્રા તેમજ સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટી ઉપસ્થિત રહીને ખોલકાંઓને વધાવ્યા હતા. આ બે કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ હતો કે હાલારી ગધેડા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લુપ્ત થતી પ્રજાતિ છે, આથી તેમનું સરંક્ષણ કરવું તથા આ નસલની ખૂબીઓ વિશે માલધારી સમુદાય અને અન્ય સમુદાયને જાગૃત કરવાનો છે.

  આ પણ વાંચો,...હૉંગકોંગમાં પણ શ્રદ્ધા જેવી ખતરનાક હત્યા: પૂર્વ પતિએ પત્નીના શરીરના ટુકડા કરી નાખ્યા, ફ્રીજમાંથી મળ્યા પગ

  હાલારી ગધેડા મુખ્યત્વે સૌરાષ્ટ્રની એક લુપ્ત થતી નસલ છે.  જેમના દૂધનું ખુબ મહત્વ છે.ગધેડીનું દૂધ હાલ ૧૮૦ રૂપિયા લીટરના ભાવે માલધારીઓ વહેચે છે.  આ દુઘનો ઉપયોગ મહિલાઓના સોંદર્યપ્રસાધનમાં કરવામાં આવે છે.  હાલમાં હાલારી ગધેડાની કિંમત પણ આશમાને પહોચી છે.  હાલારી ગધેડાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોચીયા છે.  હાલમાં નર ગધેડા ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.  હાલમાં હાલારી ગધેડાની સંખ્યા ૪૧૭ જેટલી છે, જેથી હાલારી ગધેડાની સરંક્ષણ સમિતિ તથા સહજીવન ટ્રસ્ટે, પશુપાલન વિભાગ અને પશુપાલન મંત્રાલય નવી દિલ્હીની સાથે મળીને ઘણી બધી ઘોષણા કરી છે.  ગયા વર્ષે ઘણા પ્રયત્નો બાદ માલધારી ગધેડા પાલકો એકત્રિત કરીને એક સંગઠન બનાવવાની પહેલ થઈ છે.  આ સંગઠન દ્વારા હાલારી ગધેડાના સરંક્ષણની કામગીરી માટે આ વર્ષમાં ભરપૂર પ્રયાસો થયા છે.

  આ વધામણી સમારંભનો મુખ્ય હેતુ એ છે કે હાલારી ગધેડાની સંખ્યામાં દિન પ્રતિદિન ધટાડો થઇ રહ્યો છે.અને બ્રીડીંગ નરનું પ્રમાણ પણ ખુબ ઘટી રહ્યું છે.જેથી નરની સંખ્યામાં વધારો થાય અને લોકો માં તથા માલધારીમાં આ લુપ્ત થતી નસલની જાળવણી માટે જાગૃતિ કેળવાઈ અને આ નસલ ની સંખ્યામાં વધારો થાય.
  First published:

  Tags: Local 18