Home /News /rajkot /'પત્ની-માતાના ઝઘડાથી કંટાળી ગયો હતો,' રાજકોટનો કપાતર પુત્ર

'પત્ની-માતાના ઝઘડાથી કંટાળી ગયો હતો,' રાજકોટનો કપાતર પુત્ર

પ્રથમ તસવીરમાં હત્યારો સંદિપ, બીજા દ્રશ્યમાં માતાને ધાબા પર લઈ જતો કપાતર પુત્ર

સાસુ પડી ગયાની જાણ થવા છતાં સંદિપની પત્ની ફ્લેટમાં જ પુરાઈ રહી હતી.

    રાજકોટઃ જે જનેતાએ પોતાની કૂખમાં નવ-નવ મહિના રાખીનો જન્મ આપ્યો. અનેક વેદનાઓ સહન કરીને મોટો કર્યો. એ જ કપાતર પુત્રએ માતાને ચોથા માળેથી નીચે ફેંકી દીધી. રાજકોટના આ બનાવે રાજ્યમાં જ નહીં દેશભરમાં ચર્ચા જગાવી છે. કપાતર પુત્ર પર ચોતરફથી ફિટકાર વરસી રહી છે. પોલીસે આ કેસમાં તપાસ કરતા પુત્રએ એવી કબૂલાત કરી છે કે માતા અને તેની પત્ની વચ્ચે અવાર-નવાર થતાં ઝઘડાથી કંટાળીને આખરે તેણે માતાને ચોથા માળેથી ધક્કો મારી દીધો હતો.

    પત્ની ન નીકળી ઘર બહાર

    પ્રાપ્ત વિગતો પ્રમાણે કોઈએ ફ્લેટનો દરવાજો ખખડાવીને પુત્ર સંદિપ નથવાણીને તેની માતા નીચે પડી ગયાની જાણ કરી હતી. જાણ થતાં સંદિપ નીચે ગયો હતો. આ સમયે તેની પત્ની ઘરમાં જ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે સાસુ પડી ગયાની જાણ થવા છતાં સંદિપની પત્ની ફ્લેટમાં જ પુરાઈ રહી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે સંદિપને પોતે જે અધમ કૃત્યુ કર્યું હતું તેનો કોઈ પસ્તાવો ન હોય તેવું લાગી રહ્યું હતું. માતાને મૃત હાલતમાં જોઈને પણ તેની આંખોમાં આસું દેખાયા ન હતા.

    આપઘાતનો કેસ હત્યામાં બદલાયો

    ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાની 27મી તારીખે 150 ફૂટ રિંગરોડ પર આવેલા દર્શન એવન્યૂ એપાર્ટમેન્ટમાં જયશ્રીબેન નથવાણી નામની એક વૃદ્ધાએ ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. બાદમાં આ કેસ પર પડદો પડી ગયો હતો. જોકે, આ સમય દરમિયાન પોલીસને એક નનામી અરજી મળી હતી. જેમાં આ આપઘાતનો નહીં પણ હત્યાનો કેસ હોવાનું જણાવવામાં આવ્યું હતું. નનામી અરજી બાદ હરકતમાં આવેલી પોલીસે દર્શન એવન્યૂ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ્યા હતા. બાદમાં આપઘાત કરનાર મહિલાના પુત્રની પૂછપછ કરવામાં આવી હતી. અંતે પોલીસ એવા તારણ પર પહોંચી હતી કે વૃદ્ધાએ આપઘાત કર્યો ન હતો પરંતુ તેને ફ્લેટની છત પરથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. આવું અધમ કૃત્ય કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેનો પુત્ર સંદિપ હતો.

    માતાને ધાબા પર લઇને જતો પુત્ર


    સારવાર માટે માતા આવી હતી રાજકોટ

    જયશ્રીબેન મગજની કોઈ બીમારીથી પીડાતા હતા. આ માટે જામનગરથી તેઓ રાજકોટ સારવાર માટે આવ્યા હતા. જયશ્રીબેન નિવૃત્ત શિક્ષિકા હતા. પુત્રએ માતાની બીમારીથી કંટાળીને તેમને છત પરથી ફેંકી દીધા હતા. પુત્ર સરકારી ફાર્મસી કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરે છે.
    First published:

    Tags: Rajkot murder, Son killed mother