Home /News /rajkot /

રાજકોટમાંથી ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 15 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી

રાજકોટમાંથી ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 15 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી

અપહરણ કરનારા છ આરોપી ઝડપાયા

Rajkot kidnapping: સમગ્ર મામલે અમરેલી પોલીસ દ્વારા સાવરકુંડલા રાજુલા હાઇવે (Savarkundla Rajula highway) ઉપરથી અપહ્નુત યુવાનો છૂટકારો કરાવવામાં આવ્યો હતો. સાથે જ ચાર જેટલા આરોપીઓને પણ ગુનાના કામે વપરાયેલી કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
રાજકોટ: શાપર વેરાવળના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ (Rajkot kidnapping) મામલે પોલીસે છ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા છે. અપહરણકર્તાઓએ શાપર વેરાવળના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી રૂપિયા 15 કરોડની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે રાજકોટ અને અમરેલી પોલીસે (Rajkot-Amreli Police) સંયુક્ત ઓપરેશન હાથ ધરી અપહરણ કરવામાં આવેલા યુવાનને રાજુલા પાસેથી મુક્ત કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કસ્તુરબા રોડ (Kasturba road) ઉપર રહેતા અને શાપર વેરાવળમાં કમલ એન્ટરપ્રાઇઝ (Kamal Enterprise) નામની ફેક્ટરી ધરાવતા સબીરભાઈ તેલવાલા (Sabirbhai Telwala)ના પુત્ર અદનાનનું 14મી તારીખના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું.

અદનાન 14મી તારીખના રોજ ફેક્ટરી પાસે હતો ત્યારે ફેક્ટરી પાસેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ અદનાનને છોડવા માટે રૂપિયા 15 કરોડની ખંડણી પણ માંગી હતી. સમગ્ર મામલે ઉદ્યોગપતિ સબીરભાઈએ શાપર પોલીસ (Shapar Police)નો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ અને તેમની ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન આરોપીઓ અદનાનને લઈ રાજુલા તરફ નાસી ગયા હોવાની જાણ થઈ હતી.



આ પણ વાંચો: વિજય નેપાળી અને લાલા ભરવાડે વેપારીને માર્યો માર

સમગ્ર મામલે અમરેલી પોલીસ દ્વારા સાવરકુંડલા રાજુલા હાઇવે (Savarkundla Rajula highway) ઉપરથી અપહ્નુત યુવાનો છૂટકારો કરાવવામાં આવ્યો હતો. સાથે જ ચાર જેટલા આરોપીઓને પણ ગુનાના કામે વપરાયેલી કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં નઈમ ઉસ્માનભાઈ કનોજીયા, અબ્દુલ તપાસીભાઈ બુકેરા, હમીદભાઈ કાદરભાઈ ઝાખરાનો સમાવેશ, તેમજ અગાઉ ફેક્ટરીમાં કામ કરી ચૂકેલો કમલ રમેશભાઈ રાજપૂત અને મોઈન પઠાણ હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં કામ કરતા કમલ રાજપૂતે જ ટીપ આપી હતી. કમલને પૈસાની જરૂર પડતા પૂર્વ શેઠના પુત્રનું અપહરણ કરી મોટી રકમ મળશે તેવી વાત પોતાના મિત્ર મોહીનને કરી હતી. જે વાત મોહીને પોતાના પિતરાઈભાઈ નઈમ ઉસ્માન કનોજીયાને કરી હતી. ત્યારબાદ તમામ મિત્રોએ મળીને પૂર્વ ફેક્ટરી માલિકના પુત્રનો અપહરણનો પ્લાન બનાવ્યો હતો. જોકે, રાજકોટ અને અમરેલી પોલીસની સતર્કતાને કારણે ઉદ્યોગપતિના પુત્રનો ગણતરીની જ કલાકોમાં છૂટકારો થવા પામ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन