કોઈએ માથું ખંજવાળ્યું, તો કોઈએ ચાલતી પકતી, ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેઓની સામે ભાજપ ઉમેદવારે જીત મેળવી લીધી છે. લલિત વસોયાએ જણાવ્યુંહતું કે આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી ગયો છું.
Mustufa,Lakdawala,Rajkot : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. તમને જણાવી દયે કે 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટપર મતદાન થયું હતું. ત્યારે હવે ક્યાંક કોંગ્રેસના સુપડાસાફ થઈ રહ્યાં છે. તો ક્યાં આપનું ઝાડુ ફગવાઈ ગયું છે.જ્યારે મોટાભાગની બેઠકો પર અત્યારે ભાજપનો ઝંડો લહેરાઈ રહ્યો છે.
ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેઓની સામે ભાજપ ઉમેદવારે જીત મેળવી લીધી છે. લલિત વસોયાએ જણાવ્યુંહતું કે આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી ગયો છું. અને હું મારી હાર સ્વીકારૂ છું.આમ આદમી પાર્ટીકૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે.
જસદણના કોંગ્રેસના ઉમેદવારને મળી હાર
વાત કરવામાં આવે જસદણ બેઠકની તો જસદણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહેલને કારમી હાર સ્વીકારી લીધીછે.
અને તેઓ પોતાની હાર સ્વીકારીને ત્યાંથી નીકળી ગયા છીએ.જસદણમાં ગુરૂ કુંવરજી બાવળિયા સામે શિષ્ય ભોળા ગોહેલેહાર સ્વીકારી લીધી છે.
રાજકોટમાં ભાજપનો દબદબો
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાની જીત થઈ છે.જ્યારે બીજી તરફ રાજકોટની પશ્ચિમ બેઠક પરદર્શિતા શાહની જીત થઈ છે.
ત્યારે રમેશભાઈ ટીલાળા કાઉન્ટિંગ મથકની બહાર વિક્ટરીની સાઈન દેખાડતા જોવા મળ્યા હતા.આસાથે જ તેના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી.
દર્શિતા શાહે 64000ની લીડ સાથે રૂપાણીનો રેકોર્ડ તોડ્યો
બીજી તરફ રાજકોટની પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહની જીત થઈ છે.મોટીવાત એ છે કે દર્શિતા શાહે 64000ની લીડ સાથેરૂપાણીનો રેકોર્ડ તોડ્યો છે.