Home /News /rajkot /સોમયજ્ઞના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, મળ્યું લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા સ્થાન; જાણો શું છે આ સોમયજ્ઞ
સોમયજ્ઞના નામે નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, મળ્યું લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા સ્થાન; જાણો શું છે આ સોમયજ્ઞ
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા સ્થાન
World Book of Records: રાજકોટ: રાજકોટ શહેરમાં ગત તારીખ 16 ફેબ્રુઆરીથી માધાપર ચોકડી પાસે સોમયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે સૌ યજ્ઞના આચાર્ય ગો.શ્રી. વ્રજોત્સવજીના નામે એક રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (લંડન) નામની સંસ્થામાં નોંધાયો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સૌથી ઓછી ઉંમરમાં ગો.શ્રી વ્રજોત્સવજી મહારાજને અતિ પ્રાચીન દુર્લભ વૈદિક 51 સોમ યજ્ઞ કરાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં ગત તારીખ 16 ફેબ્રુઆરીથી માધાપર ચોકડી પાસે સોમયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે સૌ યજ્ઞના આચાર્ય ગો.શ્રી. વ્રજોત્સવજીના નામે એક રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ (લંડન) નામની સંસ્થામાં નોંધાયો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સૌથી ઓછી ઉંમરમાં ગો.શ્રી વ્રજોત્સવજી મહારાજને અતિ પ્રાચીન દુર્લભ વૈદિક 51 સોમ યજ્ઞ કરાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે ગો.શ્રી. વ્રજોત્સવજીના નામે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા રેકોર્ડ નોંધાતા બ્રિટિશ પાર્લીયામેન્ટના સભ્ય વીરેન્દ્ર શર્મા દ્વારા પણ અભીનંદન પાઠવવામાં આવ્યા છે.
સોમયજ્ઞ શું છે અને તેનાથી કયા પ્રકારના લાભ થાય છે?
સૌમયજ્ઞને અમૃત યાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોમયજ્ઞ સર્વ યજ્ઞ દેવોનો રાજા પણ ગણવામાં આવે છે. વિરાટ સ્વામી યજ્ઞ અંતર્ગત એક અંગભૂત ભાગ શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ પણ છે. શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ સ્વયં એક મહાયજ્ઞ છે. શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞ પરિપૂર્ણ કરનાર વ્યક્તિના જીવનમાં તમામ આધી, વ્યાધી, ઉપાધિ સહિતના પ્રશ્નો દૂર થાય છે. તેમજ જીવનના તમામ દોષોને નિવૃત્તિ પણ થાય છે. સૌમી યજ્ઞમાં આપવામાં આવનાર આહુતિઓથી ઉત્પન્ન થતો ધુમાડો પર્યાવરણને શુદ્ધ કરે છે. તેમજ વ્યક્તિના દુર્ભાગ્યને પણ દૂર કરનાર માનવામાં આવે છે. સૌમયજ્ઞ અંતર્ગત વેદોના જાણકાર પ્રકાંડ પંડિતો દ્વારા સામગાન કરીને અરણી મંથન પણ કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે, 1000 રાજસુય યજ્ઞથી 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 1000 અશ્વમેઘ યજ્ઞથી 1 સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સોમયજ્ઞની એક પરિક્રમા કરવાથી 108 પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે તેવું આપણા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.
વિરાટ સોમયજ્ઞની પૂર્વ સંધ્યાએ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ વિરાટ કળશ યાત્રા પર નીકળી હતી. જે કળશ યાત્રામાં 1000થી પણ વધુ બહેનો મસ્તક ઉપર સુશોભિત કળશ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં વર્ષ 2005માં પ્રથમ સોમયજ્ઞ થયો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં 9 જેટલા સૌમયજ્ઞ રાજકોટ ખાતે થઈ ચૂક્યા છે.
સોમયજ્ઞમાં 'સ્વાહા' નહિ પરંતુ 'વષદ' બોલીને આહુતી આપવામાં આવે છે. સોમયજ્ઞ શુદ્ધ વિષ્ણુ યાગ છે. આ યજ્ઞમાં સામાન્ય યજ્ઞોમાં જેમ સ્વાહા બોલીને યજ્ઞ કુંડમાં આહુતી આપવામાં આવતી હોય છે. તે પ્રકારે સ્વાહા બોલીને નહિ પરંતુ વષદ બોલીને આહુતી આપવામાં આવે છે.