Home /News /rajkot /

રાજકોટ: MD ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, આરોપી સ્પામાં કામ યુવતીઓને આપતો હતો માદક પદાર્થ

રાજકોટ: MD ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, આરોપી સ્પામાં કામ યુવતીઓને આપતો હતો માદક પદાર્થ

રાજકોટમાં ડ્રગ્સ મામલે મોટો ખુલાસા

Rajkot MD Drugs case: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બે દિવસ પૂર્વે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મનહર પ્લોટમાંથી યોગેશ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટ: બે દિવસ પૂર્વે રાજકોટ અને જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ (MD Drugs) સાથે બે આરોપીઓ ઝડપાયા છે. 12 લાખથી વધુની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપાઈ ગયા બાદ બંને આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Rajkot SOG) દ્વારા ઝડપી પાડવામાં આવેલા યોગેશ બારભાયા (Yogesh Barbhaya) નામના આરોપીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તે રાજકોટ શહેરના જુદા જુદા સ્પા (Spa)માં કામ કરતી યુવતીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ કેસમાં ડ્રગ્સના નશાના કારોબારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હવે કયા આરોપીઓને ઝડપી પાડશે તે જોવું મહત્ત્વનું બની રહેશે.

સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બે દિવસ પૂર્વે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મનહર પ્લોટમાંથી યોગેશ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. યોગેશ નામના વ્યક્તિ પાસેથી 6 લાખથી વધુની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો.

યોગેશ પાસેથી મળી આવેલા સફેદ કલરના પાઉડરની ખરાઇ કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ટીમે એફએસએલના અધિકારીઓની મદદ લીધી હતી. એફએસએલના અધિકારીઓએ ખરાઇ કરીને સફેદ પાઉડર બીજું કંઈ નહીં પરંતુ મેફેડ્રોન નામનું ડ્રગ હોવાનું જણાવ્યું હતું. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ટીમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદ તે મુંબઈ ગયો હતો. મુંબઈમાંથી છેલ્લા ચાર મહિનાથી ડ્રગ્સ લાવી રાજકોટમાં વચેતો હતો. એટલું જ નહીં, પોતે પણ ડ્રગ્સનું સેવન કરતો હોવાનું જણાવ્યું હતું. આરોપી પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે, તે રાજકોટ ખાતે જુદા જુદા સ્પામાં કામ કરતી યુવતીઓને ડ્રગ્સ વેચતો હતો. આ કેસમાં આરોપી યોગેશ જે યુવતીઓને ડ્રગ્સ આપતો હતો તેમની પણ ધરપકડ કે પૂછપરછ થાય છે કે નહીં તે જોવું મહત્ત્વનું બની રહેશે.

જૂનાગઢ શહેરમાંથી ફરી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું


જૂનાગઢ જિલ્લાના ધરારનગર વિસ્તારમાં રહેતા અને અગાઉ બે વખત ખૂન કેસમાં સંડોવાયેલા સાગર પ્રવીણ ભાઈ રાઠોડ નામના યુવાન પાસેથી પાંચ લાખ 50 હાજર રૂપિયાની કિંમતનું 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે જૂનાગઢ શહેરમાંથી છેલ્લા બે માસમાં 300 ગ્રામ જેટલો મેફેડ્રોનનો જથો ઝડપાયો છે. પોલીસે કુલ 30 લાખથી વધુ કિમંતનો જથ્થો પકડી પાંચ જેટલા આરોપીને ઝડપી લીધા છે.

આ પણ વાંચો: સુરતમાં લૂંટના પ્રયાસના દિલધડક દ્રશ્યો



બુધવારે S.O.G અને L.C.B. પોલીસને માહિતી મળી હતી કે જૂનાગઢનો સાગર ઉર્ફે સાગરો રાઠોડ પોતાની બાઈક પર ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો લઇને જૂનાગઢ આવે છે. જે બાદમાં પોલીસે વોચ ગોઠવીને સાગરને ઝડપી લઇ તલાશી લેતા તેની પાસેથી 55 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની અટક કરીને મેફેડ્રોનનો 5,50,000 રૂપિયાનો ડ્રગનો જથ્થો તેમજ બે મોબાઈલ અને બાઈક મળી કુલ 6.54 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. (જૂનાગઢ ઇનપુટ, અતુલ વ્યાસ)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, ડ્રગ્સ, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર