ગત 22મી જૂનના રોજ સિદ્ધાર્થ ઉર્ફે શેખરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો.
રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં એક જીપના બોનેટ પર એક વ્યક્તિ સૂતા-સૂતા વાતો કરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતા.
રાજકોટ શહેર (Rajkot)માં જાણીતા ગાયક કલાકારને જીપના બોનેટ પર સૂતા-સૂતા વાતો કરતો હોય તે પ્રકારનો વીડિયો (Rajkot Viral Video) બનાવવો મોંઘો પડ્યો છે. સમગ્ર મામલે માલવિયા નગર પોલીસ (Malviya Nagar Police) દ્વારા ગાયક કલાકાર સિદ્ધાર્થ ઉર્ફે શેખરદાન કિરીટભાઈ ગઢવી (સૂરૂ)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે (Rajkot Police) આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
માહિતી અનુસાર રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં એક જીપના બોનેટ પર એક વ્યક્તિ સૂતા-સૂતા વાતો કરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો વીડિયોમાં જોવા મળ્યા હતા. જીપના બોનેટ પર સૂતેલો વ્યક્તિ જીપચાલક સાથે વાત કરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા વીડિયોમાં દેખાનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બોનેટ પર સૂતેલી વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ જાણીતો ગાયક કલાકાર સિદ્ધાર્થ ઉર્ફે શેખર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે જીપ ચલાવનાર વ્યક્તિ રવિ ઉર્ફે રુદ્રાક્ષ દિનેશભાઈ ચાંચિયા હોવાનું સામે આવ્યું હતું. માલવિયા નગર પોલીસની તપાસમાં રવિ ઉર્ફે રુદ્રાક્ષનું મૃત્યુ ગત 13મી જુલાઈના રોજ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં ટ્રાફિક નિયમોના ધજાગરા, પોલીસને પડકાર ફેંકતો વધુ એક વીડિયો વાયરલ
ગત 22મી જૂનના રોજ સિદ્ધાર્થ ઉર્ફે શેખરે પોતાના instagram એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જે વીડિયોમાં તે એક જીપ કારના બોનેટ પર સૂતો હોય અને સુતા સુતા જીભ ચાલક સાથે વાત કરતો હોય તે પ્રકારનો એક વીડિયો બનાવવામાં આવ્યો હતો. રાત્રિના સમયે જ્યારે રસ્તા પર કોઈ ટ્રાફિક ન હોય ત્યારે આ પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
સિદ્ધાર્થ ઉર્ફે શેખર અર્વાચીન રાસોત્સવમાં રેલાવે છે પોતાના સુર
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં અર્વાચીન રાસોત્સવ ના આયોજન નથી થઈ શક્યા. પરંતુ જ્યારે રાજકોટ શહેરમાં અર્વાચીન રાસોત્સવનું આયોજન થતું હતું ત્યારે સિદ્ધાર્થ ઉર્ફે શેખર પોતાના સુર સ્ટેજ પરથી રેલાવતો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર