Home /News /rajkot /રાજકોટ: જાણીતા ગાયક કલાકાર શેખરદાન ગઢવીએ જીપના બોનટ પર સૂઇ વીડિયો બનાવ્યો

રાજકોટ: જાણીતા ગાયક કલાકાર શેખરદાન ગઢવીએ જીપના બોનટ પર સૂઇ વીડિયો બનાવ્યો

વીડિયોમાં દેખાતા શખ્સ જાણીતો લોકગાયક શેખર દાન ગઢવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વીડિયોમાં દેખાતા શખ્સ જાણીતો લોકગાયક શેખર દાન ગઢવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેખર દાન ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર આ વીડિયો 22 જૂનના રોજ અપલોડ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ શહેર (Rajkot City)માં વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral vide) થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ જીપના બોનેટ પર સૂતો સૂતો વાતો કરી રહ્યો છે. જે વીડિયો instagram એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસે (Rajkot Police) પણ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટના ન્યારી ડેમ (Rajkot Nyari Dam)ના પાણીમાં થાર કાર ચલાવતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. જે વીડિયો વાયરલ થતા તાલુકા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે કે બે વ્યક્તિની શોધખોળ હજુ પણ શરૂ છે.

રાજકોટ શહેરના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ત્રણ શખ્સો દેખાઈ રહ્યા છે. બે શખ્સો જીપમાં કંપની દ્વારા આપવામાં આવેલ સીટ પર બેઠેલા દેખાઈ રહ્યા છે. જ્યારે કે એક વ્યક્તિ જીપના બોનેટ પર બેઠા બેઠા જીપ ચાલક સાથે વાતો કરતો હોય તે પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે જ્યારે રસ્તા પર ટ્રાફિક ન હોય ત્યારે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. ત્યારે રાત્રિના સમયે આ પ્રકારે વીડિયો બનાવવા માટે બેદરકારી દાખવી કેટલી વ્યાજબી છે તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.



આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

વીડિયોમાં દેખાતા શખ્સ જાણીતો લોકગાયક શેખર દાન ગઢવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેખર દાન ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઉપર આ વીડિયો 22 જૂનના રોજ અપલોડ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નવરાત્રી મહોત્સવના આયોજન બંધ છે. જેના કારણે અર્વાચીન રાસોત્સવ ના આયોજન પર પાબંધી લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો- છેલ્લા 3 વર્ષમાં સાબરમતી નદીની સફાઇ માટે રૂ. 282.17 કરોડનો ખર્ચ થયો છતા ગંદકીનું સામ્રાજ્ય

સૂત્રોનું કહેવું છે કે બે વર્ષ પૂર્વે થતી નવરાત્રીમાં શેખરદાન ગઢવી ગાયક કલાકાર તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે વાયરલ થયેલા વીડિયો મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા કે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Latest viral video, Rajkot Crime, Rajkot News

विज्ञापन