Home /News /rajkot /મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે સિકંદર શેખ ઝડપાયો, અમદાવાદથી ડ્રગ લાવ્યો હોવાનું આરોપીનું રટણ

મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે સિકંદર શેખ ઝડપાયો, અમદાવાદથી ડ્રગ લાવ્યો હોવાનું આરોપીનું રટણ

નશાના કાળા કારોબાર પર્દાફાશ

Rajkot Police: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેફેડ્રોન ડ્રગ સાથે સિકંદર શેખ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે સિકંદર પાસેથી 29 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરમાં તાજેતરમાં જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રગ પેડલર યુવતી તેમજ તેને ડ્રગ સપ્લાય કરનારા વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેફેડ્રોન ડ્રગ સાથે સિકંદર શેખ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે સિકંદર પાસેથી 29 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો


ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ પીઆઇ બી.ટી ગોહિલે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને બાતમી મળી હતી કે, સિકંદર ઈશાકભાઈ શેખ રાજકોટ શહેરના જયુબેલી પાસે ડ્રગ્સના જથ્થા સાથે ઉભો છે. જે ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી પાડી તેની અંગ જડતી કરતા તેની પાસેથી 29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત રૂપિયા બે લાખ 90 હજાર થાય છે. સમગ્ર મામલે મળી આવેલ સફેદ પાવડરનો પરીક્ષણ અર્થે એફએસએલના અધિકારી દવેનો સંપર્ક સાધતા તેને સફેદ પાવડર મેફેડ્રોન ડ્રગ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: રાત્રિ સમયે હાઇવે પર અન્યોના જીવ જોખમે મુકી યુવાનોએ કર્યા સુતા સુતા બાઈક પર સ્ટંટ

સિકંદર શેખ મૂળ અમદાવાદનો વતની


પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સિકંદર શેખે પોતાની પાસે રહેલ જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે સિકંદરે આપેલ કબુલાતમાં કેટલી તથ્યતા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપી સિકંદર શેખ મૂળ અમદાવાદનો છે અને હાલ તે રૂખડીયા પરા વિસ્તારમાં તેના માસી ઝુબેદાબેન સાથે છેલ્લા છ માસથી રહે છે.

આ પણ વાંચો: પુત્રીનો દેહ પિંખનારા પિતાએ કરી જેલમાંથી મુક્ત થવા જામીન અરજી, સરકારી વકીલે કહ્યું...

પોલીસ દ્વારા નશાના કાળા કારોબાર પર્દાફાશ


આ સમગ્ર મામલે સિકંદર શેખ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વધુ પૂછપરછ અર્થે આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપી સિકંદર શેખ છેલ્લા કેટલા સમયથી નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલો છે. તે પોતાની પાસે રહેલ ડ્રગનો જથ્થો કોને આપવાનો હતો? કોની કોની પાસેથી મેળવતો હતો તેમજ કેટલા રૂપિયામાં તે ડ્રગનું વેચાણ કરતો હતો તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Drug Case, Rajkot News, Rajkot police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો