Home /News /rajkot /Rajkot: મુંબઈના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરની અનુભૂતિ કરાવતું રાજકોટનું આ ગણપતિ મંદિર, જાણો વિશેષતા

Rajkot: મુંબઈના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરની અનુભૂતિ કરાવતું રાજકોટનું આ ગણપતિ મંદિર, જાણો વિશેષતા

અહીં

અહીં ગણપતિ બાપા સિવાય એકપણ દેવી-દેવતાની મૂર્તિ નથી

આ મંદિર (Siddhivinayak Ganapati Temple, Rajkot)માં 500થી 700 ગણપતિની પ્રતિમા છે. એ બધી અલગ અલગ મુદ્રામાં છે. આ ત્રણ માળનું વીથ એસી સાથેનું બિલ્ડિંગ છે

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટના કિરીટભાઈ કુંડાલિયા 4 વર્ષ પહેલા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે (Siddhivinayak Ganapati Temple, Rajkot) દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે રાજકોટના કેટલાક લોકો તેમને મળ્યા હતા. બસ આ જોઇને જ કિરીટભાઈને વિચાર આવ્યો કે રાજકોટ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો અહીં મંદિરે દર્શન કરવા આવે છે. આ માટે લોકોનો સમય અને રૂપિયા બન્ને બગડે છે. આથી તેઓએ કાલાવડ રોડ પર મુંબઈના સિદ્ધિવિનાયકની પ્રતિકૃતિરૂપ મંદિર બનાવ્યું છે. જેમાં પણ અબુધાબીમાં વિશ્વની સૌથી મોટી મસ્જિદમાં ફ્લોરિંગનું કામ કર્યું તે કારીગરને બોલાવીને મંદિરનું ફ્લોરિંગ કરાવ્યું છે. રાજકોટના સિદ્ધિવિનાયક મંદિરમાં આખા વર્ષમાં ગણેશ ચતુર્થીના દિવસે જ ભાવિકોને ગણપતિ બાપાના ચરણોને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

    કેવી રીતે સિદ્ધિવિનાયક મંદિર બનાવવાનો વિચાર આવ્યો

    મંદિર બનાવનાર કિરીટભાઈ કુંડલીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટમાં એકમાત્ર ગણપતિ બાપાનું અલાયદુ મંદિર છે. કારણ કે અહીં ગણેશ ભગવાન સિવાય એકેય દેવી-દેવતાની મૂર્તિ નથી. અહીં રોજ એટલા બધા લોકો આવે છે, બધી જ્ઞાતિના લોકો અહીં આવે છે. જેમ કહેવાય ને કે બધી જ્ઞાતિના મુખ્ય દેવ એટલે ગણપતિ બાપા. મને આ વિચાર આવ્યો કે, રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતથી લોકો મુંબઈ સિદ્ધિવિનાયક મંદિરે જાય છે. હું પણ મુંબઈ સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાં મને બે-ત્રણ લોકો રાજકોટના મળ્યા. તેઓએ મને કહ્યું કે કિરીટભાઈ તમે અહીંયા. ત્યારે મને એમ થયું કે, રાજકોટ, સૌરાષ્ટ્રથી આટલા બધા લોકો દર્શન કરવા આવે છે તો આપણે પણ રાજકોટમાં એક સિદ્ધિવિનાયકનું મંદિર બનાવીએ અને લોકોને પોતાને સૌરાષ્ટ્રથી મુંબઈ જવાનો ધક્કો બચી જાય, સમય અને ખર્ચ પણ બચી જાય. એટલા માટે અમે મંદિર બનાવ્યું.

    શું છે મંદિરની વિશેષતા

    કિરીટભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તમે મંદિરની આભા જોઇશો તો મંદિરમાં 500થી 700 ગણપતિની પ્રતિમા છે. એ બધી અલગ અલગ મુદ્રામાં છે. આ ત્રણ માળનું વીથ એસી સાથેનું બિલ્ડિંગ છે. મંદિરનું ફ્લોરિંગ એવું છે કે, ગુજરાતમાં સૌથી મોટું આ ફ્લોરિંગ છે. અબુધાબીમાં વિશ્વની સૌથી મોટી મસ્જિદ છે. આ મસ્જિદનું ફ્લોરિંગ જેણે કર્યું તે કારીગરને બોલાવીને આપણે આ મંદિરનું ફ્લોરિંગ કરાવ્યું છે. ગણપતિ બાપાને રિલેટેડ આખા વર્ષમાં ગમે તે પ્રસંગ હોય અમે બહુ વૈદિક, શાસ્ત્રોક્ત અને વિદ્વાન પંડિતો મારફત વિધિ કરાવીએ છીએ. દિવસમાં બે-ત્રણ વાર વાઘા બદલાવીએ છીએ. એકદમ સરસ અને શાંતિથી પ્રસંગો ધામધૂમથી ઉજવીએ છીએ.

    આ પણ વાંચો:  રાજકોટમાં 8 સપ્ટેમ્બરે યોજાશે ફ્રીમાં ફિઝિયોથેરાપી કેમ્પ, જાણો કેવી રીતે લઇ શકશો લાભ

    માનતા પૂરી થતા ભક્તે સોનાનું ગણેશ યંત્ર બાપાના ચરણોમાં પધરાવ્યું

    કિરીટભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ બાપાનો જન્મદિવસ છે. આખા વર્ષમાં આ એક જ દિવસે અમે મંદિરમાં લોકોને બાપાના ચરણ સ્પર્શ કરવાની પરવાનગી આપીએ છીએ. આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે 22થી 25 હજાર લોકોએ બાપાના દર્શન કર્યા હતા. મંદિરમાં બધા ભાવ ભક્તિથી આવે છે. હમણા થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિએ બાપા સમક્ષ ભાવુક થઈને માનતા રાખી હતી. તેનું કામ પુરૂ થતા તેણે સોનાના બે ગણેશ યંત્ર બનાવી બાપાના ચરણોમાં મૂક્યું હતું. એક ગણેશ યંત્ર મુકેશ અંબાણીને આપ્યું અને બીજું અહીં બાપાના ચરણોમાં મૂક્યું હતું.

    અહીં આવવાથી શાંતિ થાય છે

    મંદિરે આવતા ભાવિક અલ્પેશ કુંડલીયાએ જણાવ્યું હતું કે, જ્યારથી આ મંદિર શરૂ થયું છે ત્યારેથી દિવસમાં એકવાર તો મારે અહીં આવવાનું જ થાય છે. આ એક સૌરાષ્ટ્રનું સરસ મજાનું ગણપતિ બાપાનું મંદિર છે. સૌરાષ્ટ્ર આખામાં ન હોય તેવું આ મંદિર છે. અહીં આવવાથી શાંતિ થાય છે અને ઘણા ભક્તોના કામો પણ પૂર્ણ થયા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Latest News Rajkot, Rajkot News, Siddhi Vinayak Temple, રાજકોટના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन