Home /News /rajkot /ધોળા દાડે થઈ રૂપિયા 30 લાખની લૂંટ, પોલીસ તપાસમાં નીકળ્યુ કંઈક એવું જાણીને આપ પણ ચોકી જશો!

ધોળા દાડે થઈ રૂપિયા 30 લાખની લૂંટ, પોલીસ તપાસમાં નીકળ્યુ કંઈક એવું જાણીને આપ પણ ચોકી જશો!

રૂપિયા 30 લાખની લૂંટ

Rajkot Crime News: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મકાન ખરીદવા બાબતે વધુ મુદત મળે તે હેતુથી યુવકે લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગણતરીની જ મિનિટોમાં ભક્તિનગર પોલીસે લૂંટનું તરકટ રચનારા યુવકને ઝડપી પાડ્યો છે. 

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મકાન ખરીદવા બાબતે વધુ મુદત મળે તે હેતુથી યુવકે લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગણતરીની જ મિનિટોમાં ભક્તિનગર પોલીસે લૂંટનું તરકટ રચનારા યુવકને ઝડપી પાડ્યો છે. રાજકોટ પોલીસ કંટ્રોલરૂમને એક ફોન મળ્યો હતો કે, મિલપરા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. રૂપિયા 30 લાખની લૂંટનો બનાવ બન્યો હોવાના કારણે ભક્તિનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસોજી, ડીસીપી તેમજ જેસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

વાસ્તવમાં લૂંટ જેવી કોઈ ઘટના બની જ નહોતી


ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જ્યારે લૂંટની ઘટના જે યુવક સાથે બની હતી તે મંથન સાથે વાતચીત કરી તો ખબર પડી કે લૂંટ જેવું કશું બન્યું જ નથી. ત્યારે પોલીસે બનાવ વાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો લૂંટ જેવી ઘટના બની જ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે પ્રાથમિક વિગતો મેળવવા માટે મંથન અને તેના કાકા જગદીશભાઈની પૂછપરછ શરૂ કરી હતી. જે પૂછપરછમાં જ ગણતરીની મિનિટોમાં કાકા ભત્રીજા પોપટની જેમ બોલવા માંડી લૂંટ થઈ જ ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ સ્કૂલ બોર્ડની શાળાઓ સોલાર પેનલથી થશે સજ્જ, બજેટમાં 1 કરોડની જોગવાઈ

શું બનાવી હતી સ્ટોરી?


મંથન નામની વ્યક્તિએ પોતે યસ બેન્કમાંથી લાખોની રકમ ઉપાડી તેનું પેમેન્ટ મિલપરા નગર વિસ્તારમાં આપવા આવતો હોવાનું જણાવ્યું હતું. તે જ્યારે મિલપરાનગર વિસ્તારમાં આવી રહ્યો હતો. ત્યારે ડિસ્કવર બાઇકમાં બે જેટલા વ્યક્તિઓ તેનો પીછો કરી રહ્યા હતા. તે જ્યારે મિલપરાનગર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે ડિસ્કવર બાઇકમાં આવેલા બે વ્યક્તિ હોય તેને પછાડીને તેની પાસે રહેલ રોકડ રકમનો થેલો ઝૂંટવી લીધો હતો. હાલ તો ગુનાના કામે પોલીસે માત્ર મંથનની જ અટકાયત કરી છે.

આ પણ વાંચો: યુક્રેનના યુદ્ધથી ઘઉંની બાબતમાં વિશ્વ પરેશાન, ગુજરાતમાં 1.74 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર

મકાનના બદલામાં મળશે જેલ!


મળતી માહિતી મુજબ મંથને મીલપરાનગર વિસ્તારમાં એક મકાન લેવાનું નક્કી કર્યું હતું. સુરેશભાઈ નામની વ્યક્તિ પાસેથી મકાન લેવાનું નક્કી કર્યું હતું. મંથને સુરેશભાઈને કહ્યું હતું કે તેની લોન થઈ જતા તે મકાન બાબતનું પેમેન્ટ કરી આપશે. પરંતુ મંથનનો સિબિલ સ્કોર ખરાબ હોવાના કારણે કોઈ બેંક તેને જરૂરિયાત મુજબની રકમની લોન આપી નહોતી રહી. ત્યારે આજરોજ જો તે લૂંટની સ્ક્રીપ્ટ ઊભી કરે તો તેને મકાન માલિક પાસેથી એક મહિનાનો વધુ સમય મળી જાય. જે સમય દરમિયાન તે કોઈને કોઈ બેંક પાસેથી લોન મેળવી લેવાનું ઇચ્છતો હતો. પરંતુ મંથનને ખબર નહોતી કે તે જે સ્ક્રિપ્ટ ઘડી રહ્યો છે. તેનાથી તેને મકાન નહીં પરંતુ જેલની પ્રાપ્તિ થશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Rajkot News, Robbery case, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन