રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) મુકામે એક અજીબો ગરીબ કિસ્સો (Shocking News) સામે આવ્યો છે. જે કિસ્સામાં પરણિતા (Wife) ચાર સંતાનોને (Cour Children) નોંધારા મૂકીને પોતાના પ્રેમી (Ran with Lover) સાથે પલાયન કરી ગઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર ખાતે મૂળ ઉત્તરપ્રદેશની (Uttar pradesh) વતની એવી પરિણીતા પોતાના પ્રેમી સાથે કાયમી રહેવા માટે પોતાના ચાર જેટલા સંતાનોને નોંધારા મૂકીને ભાગી ગઈ હોય તે પ્રકારની ફરિયાદ પોલીસને મળી છે. આ મામલે પોલીસ (Police) દ્વારા હાલ અરજી લઇ તપાસ (Investigation) કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને 17 વર્ષથી રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે રહી લાદી કામ કરતા ત્રિલોક સિંહના લગ્ન 11 વર્ષ પૂર્વે આરતી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન ત્રિલોક સિંહને આરતી પાસેથી ત્રણ પુત્રી અને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આમ હાલ તેમને ચાર જેટલા સંતાનો છે. ત્રિલોક સિંહ લાદી કામ માટે બનાસકાંઠા ગયો હતો. ત્યારે પાછળથી તેની પત્ની આરતી ચાર સંતાનોને રેઢા મૂકી હરેશ નામના શખ્સ સાથે ભાગી ગઈ હોવાની જાણ થઈ હતી.
સમગ્ર બનાવની જાણ મોટી દીકરીએ તેના પિતાને કરી હતી. તે બનાસકાંઠાથી જેતપુર આવી પહોંચ્યો હતો અને ત્યારબાદ તેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે હરેશને બતાવતા મોટી દીકરી તેને ઓળખી ગઈ હતી. દીકરીએ કહ્યું હતું કે આજ અંકલે મમ્મીને મોબાઈલ અપાવ્યો હતો.
ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા અરજી મામલે તપાસ આમાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આરતી કે હરેશ પોલીસને હાથ ન લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ફરિયાદી દ્વારા પોલીસ હરેશને આરતીને છાવરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આમ, એક માતાએ પોતાના પ્રેમી નો પ્રેમ જવા માટે પોતાની મમતા નુ કતલ કરી નાખ્યું હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે. કહેવાય છે કે આડા સંબંધ બાર ગાવ અંધારું દેખે અને આ કિસ્સામાં પણ આ કહેવત સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે જ્યાં એક જનેતાએ તેની મમતાને અને પોતાના સાંસારિક જીવનને જાતે જ પલીતો ચાપ્યો છે.