રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot city) મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ (Married woman) પોતાના પતિ સાસુ નણંદ તેમજ નણદોયા વિરૂધ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની તેમજ દહેજની (dowry) માંગણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ મથકમાં (woman police station) આઈપીસીની કલમ 323, 504, 498(ક) તેમજ 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું લેબર કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. વર્ષ 2006માં મારા લગ્ન અલ્કેશ હસમુખભાઈ ચિત્રોડા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન ક્રિષા નામની મારી દીકરી પણ થઈ છે જેની ઉંમર હાલ 12 વર્ષની છે.
લગ્ન બાદ હું મારા સાસુ-સસરા તેમજ મારા પતિ સાથે સહકુટુંબમાં રહેતી હતી. લગ્ન થયા બાદ મારા સસરાને જેટલું અવસાન થતા ઘરમાં હું મારી દીકરી મારા પતિ તેમજ મારા સાસુ સાથે રહેતા હતા. લગ્નના છ વર્ષ વિત્યા બાદ મને લેબર કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી મળી હતી. જેથી મેં નોકરી શરૂ કરતા મારા સાસુ ને તે વાત ખટકી હતી. જેના કારણે નાની નાની વાતોમાં તેઓ મને મેણા ટોણા મારતા હતા.
મારા સાસુ મારા પતિને ચડામણી કરી કહેતા હતા કે તારી પત્ની નોકરી કરે છે તો શું થયું તેને ઘરનું કામ નહીં કરવાનું તે તારી દીકરીને પણ સાચવતી નથી. ક્યારેક કોર્ટે થી આવવામાં મોડું થાય ત્યારે મારા નણંદ પણ ચઢવણી કરીને કહેતા હતા કે જાણે કે તારી એકની જ પત્ની નોકરી કરે છે. આમ મારા સાસુ અને મારા નંદની ચડવણી ના કારણે મારા પતિ મારી સાથે મારકૂટ કરતા ઝઘડો કરતા તેમ જ મને ન આપવાના શબ્દો પણ આપતા.
મારા પતિ પણ મારા ચરિત્ર વિશે શંકા-કુશંકા કરતા હતા. તેઓ મને કહેતા હતા કે તારે નોકરી કરવી હોય તો તારા માવતરના ઘરે જતી રહે. તું નોકરી કરે તે મને પસંદ નથી. ત્યારે વર્ષ 2016માં માથાકૂટ થતા મારા પતિ મને તેમજ મારી દીકરીને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી.