Mustufa Lakdawala,Rajkot : કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક સમાન અને લેઉવા પટેલ સમાજને સંગઠનના એકતાંતણે બાંધનાર વિશ્વનું પ્રથમ એવું મંદિર જ્યાં ધર્મ ધ્વજાની સાથે સાથે રાષ્ટ્ર ધ્વજા પણ ફરકી રહ્યો છે.ત્યારે ખોડલધામ મંદિરના આગામી દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠાના છ વર્ષ પુર્ણ થતાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાતમા વર્ષમાં મંગલ પ્રવેશનેલઈને ખોડલધામ મંદિરમાં લોકડાયરો, હવન તેમજ ધ્વજાનું પૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તમને જણાવી દયે કે આ કાર્યક્રમોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકિય નેતાઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આ સાથે જ મંદિરમાં ઓલ ઈન્ડિયા કન્વીરન અને સમાજ આગેવાોની સભા યોજવામાં આવશે.
ઓલ ઈન્ડિયા કન્વીનરો હાજર રહેશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા રાજ્ય સરકારના પ્રધાનો અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે. આ સાથે જ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ, ઓલ ઈન્ડિયા કન્વીનરો, સહ કન્વીનરો, સ્વયંસેવકો, મહિલા સમિતિના અધ્યક્ષો, સામાજિક આગેવાનો અને દાતાઓ સહિતના લોકો એક તાંતણે બંધાય તે માટે વિશાળ સભાનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેથી આ કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા કન્વીનરો સહિતના સમાજના આગેવાનો ભાગ લેશે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલેના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી 2023ના સવારે 8 વાગ્યે કન્વીનરો, સહ કન્વીનર અને સ્વયંસેવકોની મીટીંગ યોજવામાં આવશે. આ મીટિંગ 2 કલાક સુધી ચાલશે. એટલે કે આ મિટીંગ 10 વાગ્યા સુધી ચાલશે.જે બાદ સંસ્કૃતિ લોકડાયરો યોજાશે.
અહિંયા સ્વયંસેવકો દ્વારા વૈદિક હવન કરવામાં આવશે અને ધ્વજાનું પૂજન કરવામાં આવશે. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા મંત્રીઓ અને નવા ચૂંટાયેલા MLA અને ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા 52 ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવશે. જે બાદ વિશાળ સભા યોજાશે. જેમાં ખોડલધામ દ્વારા પોતાના આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવશે.
તમને જણાવી દયે કે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા થયેલા શિલાન્યાસ સમારોહ, શિલાપૂજન સમારોહ, જાજરમાન સમૂહ લગ્નોત્સવ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કૃષિ મેળો, મહા ખેલકુંભ જેવા ઐતિહાસિક અને ન ભૂતો ન ભવિષ્યતિ સમાન કાર્યક્રમો 21 જાન્યુઆરીના દિવસે જ આયોજિત કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં ગિનિસ બુક ઓફ રેકોર્ડ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ જેવા કિર્તીમાનો પણ સ્થાપેલા છે.