Rajkot news: 51 વર્ષીય પ્રોઢે પોતાની જાતને ગોળી મારી જીવનલીલા સંકેલી, શું હતું કારણ?
Rajkot news: 51 વર્ષીય પ્રોઢે પોતાની જાતને ગોળી મારી જીવનલીલા સંકેલી, શું હતું કારણ?
આત્મહત્યા કરનાર પરેશભાઈ
rajkot crime news: આપઘાત કરનાર પરેશભાઈ સિક્યુરિટી ગાર્ડ (Security Man) તરીકે કામ કરતા હતા. તેઓ છેલ્લા કેટલાય દિવસોથી ડિપ્રેશનમાં (Depression) રહેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot news) એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર શિવસાગર એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષીય પરેશભાઈ જોષીએ પોતાની જ બંદુક વડે બોડી મારી આપઘાત (suicide) કરી લીધાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના (University Police Station) પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ ચાવડા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
તેમજ ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પ્રક્રિયામાં જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે પણ ખસેડી હતી. તો સાથે જ મૃતકના પરિવારજનો ના નિવેદન તેમજ તેમની પૂછપરછ પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આપઘાત કરનાર પરેશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. તેઓ છેલ્લા કેટલાય દિવસોથી ડિપ્રેશનમાં રહેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે શિવ સાગર એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા પોતાના ફ્લેટમાં પરેશભાઈ ગોરધનભાઈ જોશી એ પોતાની પાસે રહેલ 12 બોરની બંદૂકથી દાઢીથી નીચે ભડાકો કરી આપઘાત કરી લીધો હતો.
દાઢીના ભાગે ભડાકા કરતાં ગોળી ખોપરી સાથે અથડાઈ હતી. જેના કારણે માથાના ભાગે ઇજા પહોંચતા ઘટના સ્થળે છે તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે હાલ તો યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગળ પોલીસ તપાસમાં આત્મહત્યા મામલે શું કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આ અગાઉ પણ આ પ્રકારે પોતાની જ બંદૂકથી વ્યક્તિએ પોતાને જ ગોળી મારી આપઘાત કર્યો હોય તેવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે સિક્યુરિટી મેન તરીકે કામ કરતા પરેશભાઈ જોષી આપઘાત કરી લેતા શહેરમાં વધુ એક આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર