Saurashtra University: રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમેશા કોઈનો કોઈ વિવાદ ચાલતો જ હોય છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગીરીશ ભીમાણીને હાઇકોર્ટ દ્વારા હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
રાજકોટ: રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હમેશા કોઈનો કોઈ વિવાદ ચાલતો જ હોય છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ વિવાદમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગીરીશ ભીમાણીને હાઇકોર્ટ દ્વારા હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને હાજર રહેવા આદેશ આપ્યા છે.
ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ નિવેદન આપ્યું
હાઇકોર્ટનું તેડુ આવવા અંગે ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ નિવેદન આપ્યું હતું. કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ હોવાથી તેમના વકીલ મારફત આ અંગેનું એફિડેવિટ હાઇકોર્ટમાં તેઓ રજુ કરશે. આવતીકાલે મહામહિમ રાજ્યપાલ તેમજ શિક્ષણ મંત્રી સહિતના મહાનુભવો હાજર રહેવાના હોવાથી તે આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણી સમયસર ન થતા સેનેટ સભ્યો આ અંગે હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટમાં પ્રથમ વખત અન્ય કામમાં વ્યસ્ત હોવાને લીધે ગિરીશ ભીમાણી હાજર થઈ શક્યા ન હતા. વ્યસ્તતાને લીધે હાજર ન થઈ શકતા ગીરીશ વીમાણીને 20 જાન્યુઆરીએ હાઇકોર્ટનું તેડું આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમય થયા સેનેટની ચૂંટણી નથી થઈ. આ મામલે અગાઉ પણ અનેક વખત આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ ચૂક્યા છે. સેનેટની ચૂંટણી મામલે યુનિવર્સિટીનું રાજકારણ પણ ગ્રમય ચૂક્યું છે. ત્યારે શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું ધામ પણ બની છે. એક તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં ગુંજી રહ્યો છે તો બીજી તરફ જે દિવસે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાવાની છે. જ્યારે આ જ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સન્માન્ય ગણાતી હાઇકોર્ટના આદેશને માન આપીને ત્યાં હાજર રહેવાના બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તાઇફાઓમાં વ્યસ્ત રહેશે. આવતીકાલે ઇન્ચાર્જ કુલપતિના બદલે તેમના વકીલ હાઇકોર્ટમાં જવાબ રજૂ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે. જેમાં સેનેટની ચૂંટણી છેલ્લા ઘણા સમયથી યોજાઈ નથી. જેથી સેનેટના સભ્યો હાઈકોર્ટ સુધી ગયા છે. આ રીતે શિક્ષણનું ધામ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું ધામ પણ બની છે.