Home /News /rajkot /Rajkot: સૌરાષ્ટ્રના આ ગામમાં મતદાન ન કરે તો મળે સજા, રાજકીય પક્ષોને તો પગ ન મૂકવા દીધો!

Rajkot: સૌરાષ્ટ્રના આ ગામમાં મતદાન ન કરે તો મળે સજા, રાજકીય પક્ષોને તો પગ ન મૂકવા દીધો!

X
રાજ

રાજ સમઢીયાળામાં 92.68 ટકા મતદાન, મત ન કરે તો મળે સજા

હરદેવ ભાઈએ 1983થી જ નક્કી કરેલુ છે કે ફરજીયાત મતદાન કરવું. જો કોઈ મતદાનને અડચણ હોય તો રજા લઈને ગયા હોયપણ ગામમાં નિયમ છે કે ગામમાં રહેતા હોય તેને જ મતદાન કરવાનું.

  Mustufa Lakdawala,Rajkot : રાજકોટ શહેરથી 22 કિમી દૂર આવેલા રાજ સમઢિયાળા ગામ દર વર્ષે ચૂંટણીમાં એકઅનોખો દાખલો બેસાડે છે. આ વખતે પણ આ ગામે દાખલો બેસાડ્યો છે. રાજ સમઢિયાળા ગામમાં રાજકીય પાર્ટીઓના ચૂંટણીપ્રચાર પર કડક પ્રતિબંધ છે.એટલે અહીયા કોઈ પણ ઉમેદવાર વોટ માંગવા આવી શકતુ નથી.

  આ ગામમાં ફરજિયાત મતદાન કરવાનો નિયમ છે. અને જે મતદાન ન કરે તેને સજા પણ ફટકારવામાં આવે છે. અહીંયા કોઈરાજકીય પાર્ટીને પ્રચાર કરવા માટે પ્રવેશ આપવામાં આવતો નથી.જેથી આ ગામમાં આ વખતે 92.68 ટકા મતદાન થયું છે.  ગામના દેવશીભાઈએ જણાવ્યું હતું કે રાજ સમઢીયાળામાં 92.68 ટકા મતદાન થયું છે. 996માંથી 923 મત પડ્યા છે.73 મતએવા હતા કે કોઈ દિકરીઓ સાસરે ગઈ હોય અથવા કોઈ એક્સપાયર થઈ ગયું હોય અને 25 મત એવા હતા કે જેને રજાનીમંજુરી આપવામાં આવી હતી. મોટા ભાગના લોકોમાં આળસપણુ વધારે હોય છે.લોકો એવુ કહે છે કે આપણે શું ચૂંટણી સાથેલેવા દેવા.જેથી 30-40 ટકા મતદાન થતું નથી.પણ અમે તે 1983થી જ નક્કી કરેલુ છે કે ફરજીયાત મતદાન તો કરવું જ.

  1983થી જ અમે ગામમાં કોઈ રાજકીય પક્ષને આવવા દેતા નથી.1983થી જ અમે અહિંયા બોર્ડ મારી દીધુ છે કે આ ગામમાંરાજકીય પક્ષોને આવવું નહીં. કારણ કે રાજકીય પક્ષો દલાલો ઉભા કરે છે જે 5-10 હજાર રૂપિયા આપે છે. અને તેના કારણેગામની એકતા બગડે છે.જે ગામમાં રાજકીય પક્ષનો પ્રવેશ થાય છે ત્યાં વાતાવરણ બગડે છે. એટલે અમે અમારા ગામમાં કોઈગંદકી આવવા દેવા માંગતા નથી.  હરદેવ ભાઈએ 1983થી જ નક્કી કરેલુ છે કે ફરજીયાત મતદાન કરવું. જો કોઈ મતદાનને અડચણ હોય તો રજા લઈને ગયા હોયપણ ગામમાં નિયમ છે કે ગામમાં રહેતા હોય તેને જ મતદાન કરવાનું.. જે બહાર રહેતા હોય તે લોકો આળસ કરે છે એટલે ગામમાંરહેતા હોય એ જ લોકોને મતદાન કરાવવામાં આવે છે.

  આ બાબત ખુબ સારી છે અને દરેક ગામમમાં 100 ટકા મતદાન થાય તેવુ કરવું જોઈએ. નહીંતર ગામને જ નુકસાન થાય છે.જોમતદાન ન થાય તો જે ગામમાં 40 ટકા મતદાન થયું હોય ત્યાં એટલે એમાં 22 ટકા જેને મળે એ રાજ કરે એવુ થાય અને 78 ટકાલોકોને જે ન ગમતો હોય એ પક્ષ રાજ કરે.એટલે વોટિંગ કરવું જોઈએ.
  Published by:Vijaysinh Parmar
  First published:

  विज्ञापन
  विज्ञापन