Mustufa Lakdawala, Rajkot: રાજકોટનું હીર IPLમાં ઝળક્યું છે.. જી હા..IPLમાં વધુ એક સૌરાષ્ટ્રના પ્લેયરની એન્ટ્રી થઈ છે.જેથી સૌરાષ્ટ્રનો વધુ એક ક્રિકેટર IPLમાં રમતો જોવા મળશે.રાજકોટનું ગૌરવ એવા સમર્થ વ્યાસે IPLમાં એન્ટ્રી કરશે.તમને જણાવી દઈ કે IPL 2023 માટેના ઓકશનમાં રાજકોટના સમર્થ વ્યાસને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદ્યા છે.
રાજકોટનો સમર્થ વ્યાસ જેને ટીવીમાં મેચ રમતા જોતો હતો હવે તેની સામે જ મેદાનમાં રમવા માટે ઉતરશે. તમને જણાવી દયે કે રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરીયા અને ચેતેશ્વર પુજારા બાદ સમર્થ વ્યાસની આઈપીએલમાં એન્ટ્રી થઈ છે.
સમર્થ વ્યાસ સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. સમર્થ સૌરાષ્ટ્ર તરફથી રણજી, વિજય હજારે ટ્રોફી જેવી ટુર્નામેન્ટસમાં ખુબ જ સારૂ પ્રદર્શન કરી ચૂક્યો છે.ત્યારે રાજકોટના રેલવે પરિવારમાંથી આવતા સમર્થ વ્યાસની પસંદગીથી રેલવે કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
કોણ છે સમર્થ વ્યાસ?
સમર્થ વ્યાસનો જન્મ 28 નવેમ્બર 1995માં રાજકોટમાં થયો હતો. સમર્થ વ્યાસ સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. સમર્થ રાજકોટના રેલવે પરિવારમાંથી આવે છે.
સમર્થની કારકિર્દી
તમને જણાવી દયે કે હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સમર્થ 177ના સ્ટ્રાઈક્ રેટથી સૌરાષ્ટ્ર માટે 314 રન બનાવ્યા હતા અને સૌથી વધારે 22 સિક્સ ફટકારી હતી. આ સાથએ જ વિજય હઝારે ટ્રોફીમાં સમર્થએ 131 બોલમાં ડબલ સેન્ચ્યુરી લગાવી હતી.ટી20 ક્રિકેટમાં સમર્થ વ્યાસ તેની સારી બેટિંગ માટે જાણીતો છે. તેનો સ્ટ્રાઇક રેટ 150નો છે. સમર્થ વનડે ક્રિકેટમાં 90થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવી ચુક્યો છે.
સમર્થે ખુબ મહેનત કરી છે આ સ્ટેજ પર પહોંચવા માટે
સમર્થના પિતા બિપીનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે જ્યારે સમર્થનું સિલેક્શન હૈદરાબાદ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યું ત્યારે સમર્થના પિતા માટે આ ગૌરવની ક્ષણ હતી. પિતાએ કહ્યું કે અમે પહેલેથી અમારા દીકરાને કહ્યું હતું કે IPLમાં રમવા માટે તારે ખૂબ જ મહેનત કરવી પડશે. જેથી તેને ખુબ મહેનત પણ કરી હતી.
તમને જણાવી દયે કે જ્યારે IPL માટે ઓક્શન ચાલતુ હતું ત્યારે સમર્થ રણજી ટ્રોફીના મેચમાં વ્યસત હતો.એ સમયે જ્યારે તેનો ટર્ન આવ્યો ત્યારે તે ખુબ જ નર્વસ હતો.પણ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા સમર્થને પિક કરવામાં આવ્યો ત્યારે તે ખુબ જ એક્સાઈટેડ થઈ ગયો હતો.ત્યારે સમર્થ કહ્યું કે જે ખેલાડીઓને હું માત્ર ટીવીમાં જોતો હતો તેઓ સાથે રમવાનો મોકો મળશે તે સૌથી મોટી વાત છે.