ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections in Gujarat)ને લઇ ભાજપ (BJP) એક્શનમાં ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓને પણ સંગઠનને મજબૂત કરવા પાર્ટી માટે કામ કરવા માટે જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra Politics)માં એક અલગ જ પ્રકારનું રાજકારણ સામે આવ્યું છે. ભરત બોઘરા (Bharat Boghara) અને કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya)ને લઈને શરૂ થયેલી એક ચર્ચાથી સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. 22 જુલાઈએ સી.આર.પાટીલ જ્યારથી રાજકોટના પ્રવાસ ખેડીને આવ્યા છે ત્યારથી રાજકોટમાં જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે.
ભરત બોઘરાને જસદણ બેઠક પરથી ટિકિટ માગવાની ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે મનાઈ કરી છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત 22 જુલાઈએ પાટીલ રાજકોટમાં હતા. જ્યાં શહેર અને જિલ્લાના આગેવાનો સાથેની ચર્ચા દરમિયાન પાટીલે કરેલી ટકોરની પુષ્ટી ખુદ કુંવરજી બાવળિયાએ ટેલિફોનિક વાતચીતમાં કરી છે.
ભરત બોઘરાને ટીકિટ ની મનાઈ પર સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ
પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા એક સમય ગુરૂ-ચેલાની જોડી વચ્ચે હંમેશા શિતયુદ્ધ ચાલતું હોવાને લઈને ચર્ચામાં રહે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કુંવરજીને પેટા ચૂંટણી લડાવી જીતાડાયા બાદ બોઘરાને સંગઠનમાં ઉપાધ્યક્ષ બનાવાયા છે.
સંગઠનમાં હાલ બોઘરા ખૂબ જ સક્રિય છે. પરંતુ પાટીલને ટકોર બાદ એ નક્કી છે કે બોઘરા જસદણથી નહીં લડે. ચર્ચા એવી છે કે બોઘરાને વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ શકે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર