Mustufa Lakdawala,Rajkot : રાજકોટની જનતાને હવે ટુંક સમયમાં જ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળવા જઈ રહી છે. કારણ કે કાલાવડ રોડ પર કેકેવી ચોક પાસે બની રહેલો ફ્લાય ઓવર બ્રીજ હવે ટુંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યો છે. જેથી રાજકોટના લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જશે.
ત્યારે ન્યૂઝ 18ના સંવાદદાતાએ આ બ્રીજ મામલે સિટી એન્જીનિયર કમલેશભાઈ ગોહેલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને જણાવ્યું હતું કે રાજકોટમાં મલ્ટીલેવલ બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રીજ કેકવી હોલ પાસે બની રહ્યો છે. કેકવી હોલ પાસે અન્ડર બ્રીજ બની શકે તેમ ન હતો એટલે કેકેવી હોલ પાસે જે ઓવર બ્રીજ છે તેના પર ફ્લાયઓવર બ્રીજ બની રહ્યો છે.
કમલેશભાઈએ જણાવ્યું હતું કે આ બ્રીજનું કામ 2021માં ચાલુ કરવામાં આવ્યું હતું અને આ બ્રીજ મે 2023માં પુરો થશે. જેના માટે પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં આવો બ્રીજ પહેલીવાર બની રહ્યો છે. કારણ કે નીચેથી બે મેઈન બ્રીજ પસાર થતાં હોય અને તેના પર જે બ્રીજ બને છે તે મલ્ટીલેવલ બ્રીજ છે.
આ બ્રીજ આપણો સ્ટેટ ઓફ આર્ટે બ્રીજ બનશે. કેકેવી હોલ પાસે એક ઓવર બ્રીજ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા થતી હતી.જેથી આ સમસ્યાને દુર કરવા અને સમય બચે તે માટે આ બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે.
એટલે કે હવે ટુંક સમયમાં જ રાજકોટની જનતાને એક ફ્લાટ ઓવર બ્રીજની ભેટ મળશે.એટલે સ્ટેટ ઓફ આર્ટ બ્રીજ મળશે. આ બ્રીજ ગોંડલ રોડ અને કાલાવડ રોડને જોડતો રોડ છે. એટલે ભુતકાળમાં થતી ટ્રાફિકની સમસ્યાનો હોવો અંત આવશે.
મલ્ટી ઓવર ફ્લાય બ્રીજ એટલા માટે બનાવવામાં આવી રહ્યો છે. કારણ કે નીચે બીઆરટીએસ રૂટ પર 2 સપ્લીટ ઓવરબ્રીજ છે. અને તેની નીચે અંડરબ્રીજ બનાવવો શક્ય ન હોવાથી.મલ્ટી ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે.આ બ્રીજની ખાસયિત એ છે કે જમીન લેવલથી 14 મીટર ઉપર છે અને આ બ્રીજની નીચેથી 2 સપ્લીટ ઓવરબ્રીજ પસાર થઈ રહ્યાં છે.