Home /News /rajkot /લાલબત્તી સમાન કિસ્સો; તમે બજાર કિંમત કરતાં અડધા ભાવે મળનારી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો પછી...

લાલબત્તી સમાન કિસ્સો; તમે બજાર કિંમત કરતાં અડધા ભાવે મળનારી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો પછી...

સમગ્ર ગુજરાત માટે લાલબત્તી સમાન કિસ્સો

Rajkot Crime Branch: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સસ્તા ભાવે મોંઘી દાટ ગાડી મળવાની લાલચમાં અનેક લોકો ઠગાઈનો ભોગ બન્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ મામલાની તપાસ કરતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નવ મોંઘી દાટ કાર સાથે માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
રાજકોટ: આપણે ત્યાં કહેવત છે કે, ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.’ આ કહેવત સાચી પડી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સસ્તા ભાવે મોંઘી દાટ ગાડી મળવાની લાલચમાં અનેક લોકો ઠગાઈનો ભોગ બન્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ મામલાની તપાસ કરતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નવ મોંઘી દાટ કાર સાથે માસ્ટરમાઈન્ડની ધરપકડ કરી છે. આ આરોપીઓ સસ્તા ભાવે લોકોને ગાડીઓ આપતા હતા.

રાજકોટ ર્ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી 9 કાર


ઉલ્લેખનીય છે કે, ગત 8 નવેમ્બર 2022ના રોજ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બોલેરો પિકઅપ વાનની ચોરી થઈ હતી. જે તે સમયે રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોરાઉ કાર સાથે બે ઇસમોને ઝડપી પાડી અમદાવાદની ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદની ટોળકીનો મુખ્ય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બોબડો, હુસૈનખાન ઉર્ફે બાબાખાન અબ્દુલાખાન પઠાણ તથા રીઝવાન હાફીજ રસીદભાઇ શેખ ત્રણેય આરોપીઓ મુખ્ય પાર્ટનર હોઈ જેથી તેમની શોધખોળ શરૂ હતી. ઈમ્તિયાઝ ઉર્ફે બોબડો રાજકોટનાં રેલવે સ્ટેશન પાસે હોવાની બાતમી મળતા તેને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના થરામાં યોજાયા ભરવાડ સમાજના સમૂહ લગ્ન, 3001 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી?


આ કામના આરોપીઓ લોન વાળી કાર સસ્તા ભાવે ગીરવે રાખી બજાર કિંમત કરતા આશરે અડધા ભાવથી વહેંચી નાખતા હતા. તેમજ જે સમયે કાર અડધા ભાવેથી વેચી નાખતા હતા. તેમાં જીપીએસ સિસ્ટમ લગાવી રાખતા હતા. કાર વેચવાના અમુક સમય બાદ જીપીએસ મારફત કારને ટ્રેક કરીને પોતાની પાસે રહેલ બીજી ચાવીથી તે કારની ચોરી કરતા હતા. આ કામના આરોપીઓ કાર ભાડે રાખી તે ભાડે રાખેલ કારમાં જીપીએસ લગાવી તે કાર અન્ય કોઈ વ્યક્તિને કાગળિયા વગર વહેંચીને ત્યાર બાદ GPSના માધ્યમથી કાર ટ્રેક કર્યા બાદ ચોરી કરી કાર તેના મૂળ માલિક સુધી પરત પહોંચાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

આ પણ વાંચો: આખરે બોડકદેવ પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું લોકાર્પણ, 5 વર્ષથી ડખે ચઢેલા કામને પૂર્ણ કરવામાં આવ્યું
 કાર સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી

આમ, જેમની પાસે કાગળિયા ન હોય તેવા લોકો પોતે પણ ગુનેગાર હોય જેના કારણે પોલીસ પાસે ચોરીની ફરિયાદ લઈ જતા ન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ તો ક્રાઈમ બ્રાન્ચે નવ જેટલી કાર સાથે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જો કે આ ગુનામાં હજુ પણ બે આરોપીઓ ફરાર છે. જેમની શોધખોળ પણ શરૂ કરાઈ છે. પકડાયેલ આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બોબડા વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને દાહોદમાં છ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે કે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન અને બોડેલી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડવાનો બાકી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Rajkot crime branch, Rajkot police, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો