Home /News /rajkot /રાજકોટઃ નો પાર્કિંગમાં પાર્ક વાહનો પાસેથી કુલ રૂ. 36,400નો દંડ વસુલાયો

રાજકોટઃ નો પાર્કિંગમાં પાર્ક વાહનો પાસેથી કુલ રૂ. 36,400નો દંડ વસુલાયો

પ્રતિકાત્મક તસવીર

આ કામગીરી દરમિયાન અધિકારીઓએ કુલ રૂ. 36,400નો દંડ વાહન ચાલકો પાસેથી વસુલ્યો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા તા. 24-06-2019ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામાં બાદ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ તારીખ 28-06-2019ના રોજ દબાણ હટાવ શાખાની ત્રણ ઝોન વાઈઝ આઉટડોર ટીમ દ્વારા આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના ટોચના અધિકારીઓ પણ કાર્યરત હતા. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ કુલ રૂ. 36,400નો દંડ વાહન ચાલકો પાસેથી વસુલ્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે શહેરના જુદાજુદા સ્થળેથી જેમાં વેસ્ટ ઝોન વિસ્તારમાંથી 13મોટર સાઈકલ, 12 કાર, 4 ટ્રેક્ટર સહીત કુલ 29 વાહનોનો રૂ. 19,900 નો પાર્કિંગનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી 01 મોટર સાઈકલ, 5 રીક્ષા સહીત કુલ 06 વાહનોનો રૂ. 2,900/- નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ ઈસ્ટ ઝોન વિસ્તારમાંથી 5 મોટર સાઈકલ, 3કાર, 5 હેવી વ્હીકલ, 1 રીક્ષા સહીત કુલ 14 વાહનોનો રૂ. 7,600 નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

    તેમજ બી.આર.ટી.એસ. રૂટ પરથી 4 કાર, 4 મોટર સાઈકલ સહીત કુલ ૮ વાહનોનો રૂ. 6000/-નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ ત્રણેય ઝોન દ્વારા કુલ 57 વાહનો નો પાર્કિંગ વહીવટી ચાર્જ કુલ રૂ. ૩6,400/- વસુલવામાં આવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: No parking, Saurashtra, ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन