Home /News /rajkot /Rajkot: રાજવી પરિવાર મતદાન કરવા વિન્ટેજ કારમાં આવ્યો, બે ઘડી લોકો જોતાં જ રહ્યાં!

Rajkot: રાજવી પરિવાર મતદાન કરવા વિન્ટેજ કારમાં આવ્યો, બે ઘડી લોકો જોતાં જ રહ્યાં!

રાજવી પરિવાર મતદાન કરવા વિન્ટેજ કારમાં આવ્યા

વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજપરિવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને પહોંચતાઆકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

    Mustufa Lakdawala,Rajkot : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયુ છે. જેમાં સામાન્યલોકોથી માંડીને સેલિબ્રિટી પણ મતદાન કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રાજવી પરિવારે પણ ચૂંટણીમાં મતદાન કર્યુ છે. રાજકોટનો રાજવી પરિવાર મતદાન કરવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા.

    રાજવી પરિવાર 1933ની વિન્ટેજ કારમાં બેસી મતદાન કરવા પહોંચ્યા હતા. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.આ તકેરાજવી પરિવારના માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યુ હતું કે બેલેટ બુલેટ કરતા પણ વધુ શક્તિશાળી છે.



    તમને જણાવી દયે કે રાજકોટનાં ઠાકોર સાહેબ માંધાતસિંહજી જાડેજા પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન મથકપહોંચ્યા હતાં. જે કારમાં તેઓ મતદાન કરવા ગયા હતા તે રાજપરિવારની વિશિષ્ટ ફોર–ડોર સ્ટુડ બેકર કમાંડર કનવરતીબલસેદાન વર્ષ 1933 સ્ટ્રેટ એઇટ સિલિન્ડર એન્જિન જે 2013 Cartier Concours d'Elegance માં જાહેર માન્યતા“RESURRECTION CLASS”માં વિજેતા બની છે.



    ત્યારે આજે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજપરિવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને પહોંચતાઆકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. માંધાતાસિંહ અને તેમનાપરિવાર એ તમામ શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી હતી.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, Royal family, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन