Home /News /rajkot /રાજકોટ: ચોકીદારે તરુણીનો દેહ ત્રણ-ત્રણ વખત પીંખી નાંખ્યો, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

રાજકોટ: ચોકીદારે તરુણીનો દેહ ત્રણ-ત્રણ વખત પીંખી નાંખ્યો, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

તરુણીને ધમકાવી ચોકીદારે ત્રણ-ત્રણ વખત પોતાની હવસનો શિકાર બનાવી

રાજકોટમાં ચોકીદારે તરુણીને ધમકાવી હવસનો શિકાર બનાવી. એપાર્ટમેન્ટના રૂમમાં જ ત્રણ-ત્રણ વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. તરુણીએ પરિવારજનોને અઘટિત ઘટના વર્ણવી

રાજકોટ: શહેરમાં વધુ એક વખત દુષ્કર્મની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. તરુણીને ધમકાવી ચોકીદારે ત્રણ-ત્રણ વખત પોતાની હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી હવસખોર ચોકીદારની શોધખોળ શરૂ કરી છે.

વાતચીત કરી પરિચય કેળવ્યો અને...

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની 17 વર્ષની પુત્રી પર હિતેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું છે. પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, 17 વર્ષની પુત્રી પરિવારજનોને આર્થિક મદદ કરી શકે તે માટે પારકા ઘરના કામ કરે છે. દરમિયાન મારી સગીર વયની દીકરી પામ સીટી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘરકામ કરવા માટે જતી હતી. જે દરમિયાન એપાર્ટમેન્ટના ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટની તેના પર ખરાબ નજર પડી હતી. સૌપ્રથમ તેને મારી દીકરી સાથે સામાન્ય વાતચીત કરી પરિચય કેળવ્યો હતો. તેમજ ત્યાર બાદ તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટે એપાર્ટમેન્ટના રૂમમાં જ ત્રણ-ત્રણ વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું મહિલાએ પોલીસને જણાવ્યું છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી હિતેશ બ્રહ્મભટ્ટની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધી, ઘટના CCTVમાં કેદ

તરુણીએ પરિવારજનોને અઘટિત ઘટના વર્ણવી

મળતી માહિતી મુજબ, હિતેશની કરતુતોથી સગીર વયની તરુણી એટલી કંટાળી ગઈ હતી કે, આખરે તેને પોતાના પરિવારજનોને પોતાની સાથે થયેલી અઘટિત ઘટના વર્ણવી હતી. ત્યારે પોલીસ દ્વારા સગીર વયની તરુણીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે જે સ્થળ જણાવ્યું છે તે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ એપાર્ટમેન્ટના હોદ્દેદારોના નિવેદન પણ પોલીસ દ્વારા નોંધવામાં આવશે. આરોપી હિતેશ બ્રહ્મભટ્ટ કેટલા સમયથી ચોકીદારીનું કામ કરતો હતો, કોના દ્વારા તેને કામ પર રાખવામાં આવ્યો હતો, તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News