Home /News /rajkot /વાહ રે કળિયુગી મિત્ર વાહ! વર્ષો સુધી ભાઈબંધી રાખનાર મિત્રને જ અન્ય મિત્ર સાથે મળીને લૂંટી લીધો

વાહ રે કળિયુગી મિત્ર વાહ! વર્ષો સુધી ભાઈબંધી રાખનાર મિત્રને જ અન્ય મિત્ર સાથે મળીને લૂંટી લીધો

મિત્ર જ બન્યો લૂંટારો

Robbery incident Rajkot: રાજકોટ શહેરમાં મિત્ર જ લૂંટારો બન્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના વેપારીને જુગાર રમવા જેતપુર લઈ જઈ બે સાગરીતો સાથે મળીને બંદૂક બતાવી 30.50 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી.

વધુ જુઓ ...
રાજકોટ: રાજકોટ શહેરમાં મિત્ર જ લૂંટારો બન્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના વેપારીને જુગાર રમવા જેતપુર લઈ જઈ બે સાગરીતો સાથે મળીને બંદૂક બતાવી 30.50 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. ઉદયનગરમાં રહેતા ભાવેશને તેના જ મિત્ર મયુર ફળદુએ પોતાના સાગ્રીતો હરદીપ વાળા અને મહિપાલ વાળા સાથે મળીને રૂપિયા પડાવી લીધા હોવાનું બનાવો સામે આવ્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઇપીસીની કલમ 386, 323, 504, 506 (2) તેમજ કાવતરાની કલમ 120 (બી) અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે આરોપીઓની કરી લીધી ધરપકડ


ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ક્રાઈમ્રન્સ ની ટીમ દ્વારા મયુર અશોકભાઈ ફળદુ, હરદીપભાઈ કનુભાઈ વાળા તેમજ મહિપાલ ભાઈ ભરતભાઈ વાળા ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પોલીસે 17 લાખ રૂપિયા રોકડા, રૂ. 2લાખની કિંમતની રુદ્રાક્ષના પારાવાળી સોનાની માળા, એપલ કંપનીનો રૂપિયા 60,000ની કિંમતનો મોબાઇલ, એક કાળા કલરની કોફી કલરના હાથાવાળી રિવોલ્વર, તેમજ 8 લાખ રૂપિયાની કિંમતની કાર મળી ફૂલ 27.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આરોપીઓએ જુગાર રમવા બોલાવી લૂંટી લીધો


ક્રાઈમ બ્રાન્ચને આપેલી ફરિયાદમાં ભાવેશે જણાવ્યું છે કે, ‘હું ખેડૂતો પાસેથી તેમનો માલ ખરીદ કરી તે માલ વેચવાનો કામ કરું છું. 12 વર્ષ પૂર્વે હું જ્યારે રાજકોટમાં કોલેજ કરવા આવ્યો હતો ત્યારે પંચાયત નગર ચોકમાં મયુર ફળદુ કે જે મારો મિત્ર છે તે ભાડાના મકાનમાં રહેતો હતો. ત્યારે હું પણ તેની સાથે ભાડુઆત તરીકે રહેતો હતો. સાતેક વર્ષ પૂર્વે હું રાજકોટમાં મારી પત્ની સાથે રહેવા આવ્યો હતો. ત્યારે ફ્રી સમયમાં હું મયુરને મળતો હતો. તેમ જ વાર તહેવારના દિવસે મને જુગાર રમવાની ટેવ છે. ત્યારે એક વખત હું ને મયુર બંને સાથે જુગાર રમવા ગયા હતા.’

આ પણ વાંચો: કરુણાંતિકા! પિતાની સામે જ પુત્રને કાળ ભરખી ગયો

મયુરે તેમની મારી સાથે ઓળખાણ કરાવી: ભાવેશ


તેણે વધુમાં જણાવ્યું કે, ગોંડલથી જેતપુર તરફ 10 કિલોમીટર જતા દેવડા ગામ આવતા મયુરે મારી ગાડી ઉભી રખાવી હતી. થોડીક જ વારમાં ત્યાં બે લોકો સફેદ કલરની ઇનોવા ગાડી લઈને આવ્યા હતા. ત્યારબાદ મયુરે તેમની ઓળખાણ મારી સાથે કરાવી હતી. હાર્દિક વાળા મને સાઈડમાં લઈ જઈ કહેવા લાગ્યો હતો કે, તું ચીટીંગ કરીને જુગાર રમે છે તે જુગારમાં બહુ રૂપિયા બનાવ્યા છે. મેં તેને કહ્યું હતું કે ના ભાઈ એવું કાંઈ જ નથી હું સીધી રીતે જ જુગાર રમું છું અને જીતું છું. ત્યારબાદ હાર્દિક ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગ્યો હતો તેમ જ મને માર પણ મારવા લાગ્યો હતો. બાદમાં હાર્દિકે તેની ગાડીમાં રાખેલ બંદૂક લઈ આવી મને કહેવા લાગ્યો તો કે તારે અમને 50 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તને અહીંથી જવા નહીં દઈએ તને મારી નાખીશું.

આ પણ વાંચો: વર્લ્ડ વોરમાં યુ.એસ આર્મી દ્વારા વાપરવામાં આવેલી આ રિસ્ટોરેડ કાર

પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી


ફરિયાદીના જણાવ્યા પ્રમાણે મયુરે પણ આ લોકો સાથે મળીને મારી પાસે રહેલા રૂપિયા બે લાખ અને સોનાની રુદ્રાક્ષની માળા પણ કાઢી લીધી હતી. ત્યાર બાદ ભાવેશને કહ્યું કે ઘરે જેટલા પૈસા પડ્યા હોય તે પણ લાવવા માચે કહ્યું હતુ. ત્યાર બાદ હરદીપે અને મહિપાલે કહ્યું તેમ ભાવેશની પત્નીએ તેના કોઈ વ્યક્તિને રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ પણ તેની પાસે રહેલો મોબાઇલ ગાડી પણ તેઓએ લઈ લીધી હતી. આ બાદ હજુ પણ 30 લાખ આપવાની ધમકી આપી હતી. અને પૈસા નહી આપે તો ઘરે આવીને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે આ મામલે પોલીસ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Rajkot News, Robbery case, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन