Home /News /rajkot /

Rajkot: રાજકોટમાં મોતના માચડા સમાન 441 જર્જરિત મકાન માલિકોને RMC એ ફટકારી નોટિસ

Rajkot: રાજકોટમાં મોતના માચડા સમાન 441 જર્જરિત મકાન માલિકોને RMC એ ફટકારી નોટિસ

જર્જરિત

જર્જરિત મકાનનો અતિ ક્ષતિગ્રસ્ત હાલતમાં

Monsoon - 2022 - દર વર્ષે પ્રિ-મોન્સૂનના ભાગરૂપે ભયજનક આવાસોનો સરવે કરવામાં આવે છે

    Mustufa Lakdawala, Rajkot: હાલ ચોમાસાની ઋતુ (Monsoon season )હોય ગમે ત્યારે અનરાધાર વરસાદ (Heavy rain )વરસી શકે છે. ત્યારે રાજકોટમાં મોતના માચડા સમાનજર્જરિત (Crumbling buildings) 441 મકાન આવેલા છે. તમામ મકાનધારકોને RMC નોટિસ(Notice) પાઠવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મકાનો રિપેર કરાવો અથવા ખાલી કરો. પરંતુ ખાટલે મોટી ખોટ જેવી સ્થિતિ મકાનધારકોની છે. નથી ખાલી કરી શકતા કે નથી રિપેર કરાવી શકતા. જો ચોમાસામાં મકાનો ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. નોટિસ આપીને સંતોષ માની લેતી મનપા પણ દુવિધામાં છે. કારણ કે, મોટાભાગના મકાનોના કેસ કોર્ટમાંચાલી રહ્યા છે. આથી ડિમોલિશન(Demolition) પણ કરી શકતી નથી.


    જર્જરિત મકાનનો અતિક્ષતિગ્રસ્ત ભાગ મહાનગરપાલિકા ઉતારી નાખશે


    એડી.સીટીએન્જીન્યર,એચ.એમ.કોટક જણાવ્યું હતું કે, દર વર્ષે પ્રિ-મોન્સૂનના ભાગરૂપે ભયજનક આવાસોનો સરવે કરવામાં આવે છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 186, વેસ્ટ ઝોનમાં 237 અને ઇસ્ટ ઝોનમાં 18 ભયજનક મકાનધારકોને નોટિસ આપવામાં આવી છે. તમામ મકાનધારકોને ઘર ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. આવા મકાનધાકરોને ભયમુક્ત કરવવાનું જણાવવામાં આવે છે. ભયમુક્ત એટલે કે એવું નથી કે મકાન પાડી નાખવું પણ લોકો પણ રિપેર કરાવી શકે છે. મુખ્યત્વે મહાનગરપાલિકા દ્વારા ભયજનક મકાનોમાં અતિ ક્ષતિગ્રસ્ત ભાગને ડિમોલિશન મારફત ઉતારી લેવામાં આવે છે.


    શા માટે મકાનધારકો મકાન રિપેર કરાવતા નથી


    એડી. સીટીએન્જીન્યર,એચ.એમ. કોટકેવધુમાં જણાવ્યું હતું કે, આવી ભયજનક મકાનોમાં 90 ટકા મકાનો એવા હોય છે કે જેમાં ભાડુઆત અને મકાન માલિક વચ્ચે વિવાદ ચાલતો હોય છે. વિવાદ વર્ષો જૂનો અને કોર્ટમાં હોય એટલે ભાડુઆત કે મકાન માલિક મકાનનું રિપેરિંગ કે મેઇન્ટેનન્સ કરાવતા નથી. આથી આવા મકાનો ભયજનક બની જાય છે. આવા મકાનોના કેસ કોર્ટમાં હોવાથી તેનું ડિમોલિશન કરવામાં પણ અમને પ્રશ્નો ઉભા થાય છે. વકીલોની સલાહ લેવી પડે છે.


    રાજકોટમાં રહેતા મધ્યમ વર્ગીય મોહિત નંદાએ જણાવ્યું હતું કે, જર્જરિત મકાન અંગે કોર્પોરેશન નોટિસ આપે છે તે એની રીતે સાચા છે પણ કોઈ નાનો માણસ હોય કે જેની પાસે ઘર બનાવવાની સગવડ હોય તો લોકો શું કરી શકે. સરકારે અંગે મકાનધારકને બીજે રહેવાની સગવડ આપવી જોઇએ. આવા મકાનધારકોને ઓછા વ્યાજદર લોન આપવી જોઇએ જેથી તે મકાનનું રિપેરિંગ કામ કરાવી શકે. જો મકાન પડે તો સરકારની જવાબદારી લાગે છે. ખાલી નોટિસ આપીને આગળ કઈ કાર્યવાહી કરવી હોય પણ સામે પક્ષે પણ જોવું પડે છે કે, સામેની વ્યક્તિ સક્ષમ છે કે નહીં ઘર બનાવવા માટે.


    મકાન માલિકોસહાયની માંગ કરી રહ્યા છે


    જો ઘર બનાવવાની ક્ષમતા હોય અને રિપેરિંગ કામ કરાવતા હોય તો તેની સામે ચોક્કસ પગલા લેવા જોઇએ. પરંતુ જે વ્યક્તિ કોઇ પણ રીતે ઘરે રિપેર કરવામાં સક્ષમ નથી તો તેને કોઈ પણ રીતે સહાય કરવી જોઇએ. જર્જરિત મકાનધારકોનો સમાવેશ સરકારની આવાસ યોજનામાં કરી શકાય. ભાવેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન જર્જરિત મકાનધારકોને નોટિસ આપે તો તેને રહેવા માટેની વ્યવસ્થા કરી દેવી જોઇએ. ગરીબ માણસ હોય તો ક્યાં જાય. નવું મકાન બનાવવામાં સક્ષમ હોય તો તેને બીજું મકાન ફાળવી દેવું જોઇએ. અથવા રિપેરિંગ કરી કરી દેવું જોઇએ. કોર્પોરેશન નોટિસ આપે છે પણ કોઈ વ્યવસ્થા કરી દેતું નથી.

    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rajkot News, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन