Home /News /rajkot /રાજકોટની શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે કરાવી જીવના જોખમે સફાઈ, વીડિયો થયો વાઇરલ
રાજકોટની શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે કરાવી જીવના જોખમે સફાઈ, વીડિયો થયો વાઇરલ
વિદ્યાર્થીઓ પાસે જીવના જોખમે સફાઈ
રાજકોટની શાળા નંબર 81નો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ સ્કૂલના છજા ઉપર સાફ સફાઈ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવતા જ શિક્ષણ વિભાગ સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. વિદ્યાર્થીઓ જે સજા પર સાફ-સફાઈ કરી રહ્યા હત ,તેની ઊંચાઈ એટલી હતી કે જો વિદ્યાર્થી ત્યાંથી પડે તો તેમના જીવને જોખમ પણ સર્જાઈ શકે છે.
રાજકોટ: ઘણી વખત શાળાઓની ગેરરીતિના વીડિયો સામે આવતા હોય છે. આવી જ રીતે રાજકોટની એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોતા જ લોકો કહી રહ્યા છે કે, શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલવામાં આવે છે કે, પછી કામ કરાવવા. રાજકોટની શાળા નંબર 81 ના આ વીડિયોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સફાઈ કરતા જોવા મળી રહ્યા છે.
જણાવી દઈએ કે, રાજકોટની શાળા નંબર 81નો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ સ્કૂલના છજા ઉપર સાફ સફાઈ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના સામે આવતા જ શિક્ષણ વિભાગ સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા. વિદ્યાર્થીઓ જે સજા પર સાફ-સફાઈ કરી રહ્યા હત ,તેની ઊંચાઈ એટલી હતી કે જો વિદ્યાર્થી ત્યાંથી પડે તો તેમના જીવને જોખમ પણ સર્જાઈ શકે છે.
શિક્ષણ જગતના જાણકાર લોકો આ ઘટનાને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારી ગણાવી રહ્યા છે. આજે શાળાનો વીડિયો વાયરલ થયો છે, તે રાજકોટ શહેરની મહાનગરપાલિકા સંચાલિત શાળા છે. આ શાળા રાજકોટ શહેરના અશોક ગાર્ડન પાસે આવેલી છે. વીડિયોમાં સામે આવ્યું હતું કે, અહીં બે બાળકોને શાળાના છજા ઉપર ચડાવી સફાઇ કરાવવામાં આવી રહી હતી.
શહેરના અશોક ગાર્ડન નજીક આવેલી શાળા નંબર 81 જમશેદજી તાતામાં સોમવાર બપોરના 1.30 વાગ્યાં આસપાસનો હોવાનું સામે આવ્યું હતું. આ શાળાની મુખ્ય બિલ્ડીંગ ખાતે છજા પર જીવના જોખમે ચડાવી હાથમાં જાડું લઈને સાફ સફાઈ કરાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું, એટલું જ નહિ કોઈ શિક્ષિકા પણ નીચે ઉભા ઉભા બાળકોને સફાઈ માટે સૂચના આપતા હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
જણાવી દઈએ કે, બાળકોને છજા પર ચડાવવામાં આવ્યા અને જો આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ છે. રાજકોટ શહેરમાં આ પ્રથમ બનાવ નથી કે, જ્યાં શાળાના વિદ્યાર્થી પાસે સાફ-સફાઈ કરાવવામાં આવતી હોય. આ અગાઉ પણ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાળામાં આવા બનાવો સામે આવ્યા હતા, જેમાં તાજેતરમાં જ શહેરના સોરઠીયા વાડી સર્કલ પાસેનો બનાવ પણ સામે આવ્યો હતો.