રાજકોટ: શહેરમાં થોડા સમય પૂર્વે યોગા ટીચર સાથે અશ્લીલ હરકતો અને છેડતી કરનાર આરોપીને ત્રણ દિવસ પૂર્વે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી કૌશલ પીપળીયાની પૂછપરછમાં તેણે સૌથી વધુ મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી કરી હોવાની કબૂલાત પણ આપી છે. ત્યારે કૌશલ પીપળીયા વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરાતા તેને ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં રિક્ષા ચાલકે સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ બાળકીની માતાએ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોપટપરા વિસ્તારમાં રહેતા યુસુફ નામના રિક્ષા ચાલકે સાત વર્ષની માસુમ બાળકીને પોતાની હૈવાનિયતનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બાળકીની માતાની ફરિયાદના આધારે આરોપીની વિરુદ્ધ આઈપીસીની કલમ 354 તથા પોક્સો એક્ટની કલમ સાત - આઠ મુજબ ગુનો નોંધી આરોપીને લેવાની તજવીજ હાથ ધરી છે.
બાળકીની માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે પાંચ સંતાનો છે જેમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. મારી સૌથી મોટી દીકરી 11 વર્ષની છે જ્યારે કે તેનાથી નાની દીકરી સાડા સાત વર્ષની છે અને ત્રીજા નંબરની દીકરી છ વર્ષની અને ચોથા નંબરની દીકરી માહી ત્રણ વર્ષની છે. પાંચ ડિસેમ્બરના રોજ જ્યારે હું ઘરે હતી ત્યારે મને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેના કારણે મેં મારી દીકરીને સોડા લેવા માટે મોકલી હતી. પરંતુ દીકરી નિયત સમય કરતા મોડી આવતા મેં તેની આજુબાજુમાં તપાસ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યુ કે, દીકરી આશરે 20થી 25 મિનિટ બાદ સોડા લઈને ઘરે આવતા મેં પૂછ્યું હતું કે, તારે સોડા લાવવામાં આટલું મોડું કેમ થયું છે? જેના જવાબમાં દીકરીએ જણાવ્યું હતું કે, હું સોડા લઈ આવતી હતી ત્યારે દુકાનની ઉપરના ભાગે રહેતા રિક્ષાવાળા ભાઈ મને તેડીને તેના ઘરે લઈ ગયા હતા.
" isDesktop="true" id="1296457" >
ત્યારબાદ રૂમનો આંકડીઓ બંધ કરી તેઓ મને ગાલ પર હાથ ફેરવવા લાગ્યા હતા અને હોઠ પર કિસ કરવા લાગ્યા હતા. મને તેઓએ નીચે સુવડાવી છાતીએ તેમજ નીચે ગુપ્તાંગના ભાગ પર હાથ ફેરવવા લાગ્યા હતા. જેથી મે બુમા બુમ કરી મુકતા તે સમયે કોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ તેમણે દરવાજો ખોલી મને બહાર કાઢી મૂકી હતી.