Home /News /rajkot /Rajkot : માર્કેટ યાર્ડમાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સુકા મરચાની આવક સંપૂર્ણ બંધ કેમ કરવામાં આવી?
Rajkot : માર્કેટ યાર્ડમાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સુકા મરચાની આવક સંપૂર્ણ બંધ કેમ કરવામાં આવી?
માર્કેટ યાર્ડમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સુકા મરચાની આવક સંપૂર્મ બંધ
જ્યારે કપાસ, મગફળી, સીંગદાણા, સીંગફાડાની આવક આવતીકાલના સવારના 8 વાગ્યાથી 24 કલાક રાબેતા મુજબ આવા દેવામાં આવશે. તેમજ અન્ય તમામ જણસી 24 કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યાં હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક વેંચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમા સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લા સહિતના આસપાસના ખેડૂતો પોતાનો પાક લઈને આવી રહ્યાં છે.રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાં છે. માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળે છે. અહિંયા દુર દુરથી ખેડૂતો તેનો પાક વેંચવા માટે આવી રહ્યાં છે.
તમને જણાવી દયે કે રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સુકા મરચાની આવક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. આ સાથે જ લસણની આવક આજે રાતના 8 વાગ્યાથી આવતી કાલ સવારે 8 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.
જ્યારે કપાસ, મગફળી, સીંગદાણા, સીંગફાડાની આવક આવતીકાલના સવારના 8 વાગ્યાથી 24 કલાક રાબેતા મુજબ આવા દેવામાં આવશે. તેમજ અન્ય તમામ જણસી 24 કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
જાણો રાજકોટ માર્કેટ યાર્ડમાં શું છે કપાસ, મગફળીના ભાવ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરતા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોને અત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાણો પાકોના શું ભાવ બોલાયા
માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1700 થી 1800 બોલાયા, ઘઉંનો ભાવ 500થી 600 રૂપિયા, મગફળીના ભાવ 1000થી 1270 રૂપિયા, સોયાબીનના ભાવ 1000થી 1055 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 2000થી 3600 રૂપિયા બોલાયો હતો.આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.