Mustufa Lakdawala,Rajkot : 26 જાન્યઆરી નજીક આવી રહી છે.ત્યારે સમગ્ર દેશ ભક્તિના રંગમાં રંગાઈ જશે.ત્યારે આજે આપણે વાત કરીશું રાજકોટના જયદેવ જોશી સાથે કે જેઓ રિટાયર્ડ કેપ્ટન છે.ભલે આજે તેઓ નિવૃત થઈ ગયા હોય પણ આજે પણ રોમ રોમમાં દેશભક્તિ છે.જયદેવભાઈ જોઈએ આપણી સાથે ઘણી પોતાની યાદો શેર કરી છે.જે સાંભળીને તમે પણ દેશભક્તિના રંગમાં રંગાઈ જશો.
આ દિવસ સાથે ઘણી યાદો જોડાયેલી છે
નિવૃત સૈનિક અધિકારી જયેદવ જોશીએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરી પ્રજાસતાક દિવસ.એ દિવસ જ્યારે સ્વતંત્ર ભારતે પોતાની જાતને એક સંવિધાન પણ આપ્યું.અને એ સંવિધાનની મદદથી દરેક નાગરિકને શક્તિનું સંચારણ કરતું એક સંવિધાન પણ મળ્યું.26 જાન્યુઆરીના મારા પણ વ્યક્તિગત ઘણી યાદો છે.જ્યારે અમે ચાઈનિઝ બોર્ડર પર પોસ્ટેડ હોઈએ ત્યારે 26મી જાન્યુઆરીના સમયે અમે ધ્વજવંદન કર્યું હોય,એ યાદો છે.
26 જાન્યુઆરી 2001માં ભુકંપ આવ્યો
મેં પોતે પણ 26 જાન્યુઆરી 2001માં રાજપથ પર જે પરેડ થાય તેમાં એનસીસીના આરડીસી કેમ્પમાં ગયા હોય.26 જાન્યુઆરી 2001 એ દિવસ જ્યારે ગુજરાતે સૌથી મોટો ભુંકપ જોયો અને કેટલાય લોકો તેમાં જીવ ગુમાવ્યા,એ ઘટના બની.26 જાન્યુઆરીની રાતે અમે રાજપથ પર હતા ત્યારે અમારે પાછુ આવવાનું થયું.
અમે રેસ્ક્યુ માટે પહોંચી ગયા.
રાજ્યપાલે સન્માન કર્યા બાદ અમે તરત જ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગયા હતા. આ દિવસ અમને ક્યારેય નહીં ભુલાય.એક વાર કોઈ પણ વ્યક્તિ સૈન્યમાં જોડાય જાય છે તે પછી તે પણ જરૂરી છે કે તેનો પરિવાર તેને સમર્થન કરે.એવુ જ મારી સાથે પણ થયું છે.
મોટી દિકરી એનસીસીમાં જોડાઈ
મારી બંને દિકરીઓમાંથી મારી મોટી દિકરીએ એનસીસીમાં જોડાઈને વર્દી ધારણ કરી.મારા આરડીસીમાં ગયા પછીના 2 દશકા બાદ હવે તે તેમાં જાય છે.આ કેમ્પમાં તે જુનિયર કેડેડની વિંગ તરીકે ગુજરાતનું પ્રતિનિધ્વ કરે છે અને તે કેટલાક કેન્ડીડેટમાંથી પસંદ કરાયેલ છે. આ સાથે જ તેને રાષ્ટ્રપતિ ભવનમાં જઈને રાષ્ટ્રપતિ સાથે હાથ પણ મિલાવ્યો છે.
એક પિતા તરીકે ગર્વની લાગણી.
મારી દિકરીએ મને ત્યાંથી ફોન કરીને કહ્યું કે ક્યારેક હું પણ આ સૈન્યમાં જોડાઈશ.ત્યારે મારી દિકરી આ સપનું જુએ છે ત્યારે મને પણ ગર્વની લાગણી થાય છે.મારા સંતાન દેશ માટે કઈક કરવા તૈયાર છે જે જોઈને મને ખુબ જ ગર્વ થાય છે.