Home /News /rajkot /સગા મામા-ભાણેજ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ, એક ના થઇ શકવાના ડરે મોત કર્યું વ્હાલું
સગા મામા-ભાણેજ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ, એક ના થઇ શકવાના ડરે મોત કર્યું વ્હાલું
યુવક-યુવતીનો સજોડે આપઘાત
Rajkot Love Story: રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના હિંગોળગઢ ગામે એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવો સામે આવ્યો છે. સમગ્ર બનાવવાની જાણ થતા તાત્કાલિક અસરથી વીંછીયા પોલીસનું કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
રાજકોટ: રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના હિંગોળગઢ ગામે એક અજીબો ગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાએ સજોડે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવો સામે આવ્યો છે. સમગ્ર બનાવવાની જાણ થતા તાત્કાલિક અસરથી વીંછીયા પોલીસનું કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. રાજકોટમાં પ્રેમમાં ગળાડૂબ પ્રેમીપંખીડાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
યુવક અને એક યુવતીએ સજોડે આપઘાત
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના તાલુકાના હિંગોળગઢ ગામની વીડીમાં એક યુવક અને એક યુવતીએ સજોડે આપઘાત કરી લીધા બનાવો સામે આવ્યો હતો. બનાવની જાણ થતા વિછીયા પોલીસ મથકના પીએસઆઈ તેમજ નાયબ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવ્યા બાદ બંનેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં જરૂરી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી પૂર્ણ થતા બંનેની લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ રાયધન જોગરાજીયા તેમજ મૃતક યુવતીનું નામ અલ્પાબેન બાવળીયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક યુવક અને યુવતી બંને અપરણિત હતા. તેમજ બંને સંબંધમાં સગા મામા અને ભાણેજ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે બંને વચ્ચે અતૂટ પ્રેમ થઈ ગયો હોવાથી સમાજ અને બંનેના પરિવારજનો બંનેના પ્રેમને સ્વીકારશે નહીં તેવા ડરથી આ પ્રકારનું આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે બનાવો સંદર્ભે પોલીસ દ્વારા બંનેના પરિવારજનોના નિવેદનો લીધા બાદ જ આપઘાતનું સાચું કારણ બહાર આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ તો બનાવ સંદર્ભે જોગરાજીયા અને બાવળીયા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. તેમજ બનાવ સંદર્ભે બંને પરિવારજનોમાં નારાજગી પણ પ્રવૃત્તિ હોવાનું નજીકના વ્યક્તિઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં હાલ ચર્ચા રહ્યું છે તે જ કારણ સામે આવે છે કે પછી આપઘાત પાછળનું કારણ કંઈ બીજું નીકળી આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હાલ તો પોલીસે પોતાની તપાસ હાથ ધરી આપઘાતનું કારણ શોધવા માટે ચક્રો ગતીમાન કર્યા છે.