Home /News /rajkot /સિનિયર સિટીઝન માટે લાલ બત્તી સમાન કિસ્સો, ગઠિયાઓએ વિશ્વાસ કેળવી વૃદ્ધાને બનાવ્યા શિકાર
સિનિયર સિટીઝન માટે લાલ બત્તી સમાન કિસ્સો, ગઠિયાઓએ વિશ્વાસ કેળવી વૃદ્ધાને બનાવ્યા શિકાર
વૃદ્ધ મહિલા સાથે ઠગાઈ
Rajkot News: રાજકોટ શહેરમાં વધુ એક વખત ચોરીની ઘટના સામે આવી છે. વૃદ્ધાએ કાનમાં પહેરેલા બુટીયા બે ગઠિયાઓ ચોરી કરી નાસી ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધવાની જગ્યાએ માત્ર અરજીના આધારે તપાસ શરૂ કરી છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વખત ચોરીની ઘટના સામે આવી છે. વૃદ્ધાએ કાનમાં પહેરેલા બુટીયા બે ગઠિયાઓ ચોરી કરી નાસી ગયા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધવાની જગ્યાએ માત્ર અરજીના આધારે તપાસ શરૂ કરી છે. વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં કેળવીને ઠગો ચોરીને શિકાર બનાવ્યા હતા.
ઠગોએ વિશ્વાસ કેળવવા માટે વાતચીત શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર, આજી નદીના કાંઠે સીતારામ નગરમાં રહેતા શારદાબેન નામના વૃદ્ધા પારેવડી ચોકથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. વૃદ્ધા જ્યારે ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચ પાસે પહોંચ્યા હતા. તે સમયે બે ગઠિયાઓ કળા કરવા માટે તેમની પાસે આવ્યા હતા. બંને ગઠિયાઓએ વૃદ્ધા સાથે તેમનો વિશ્વાસ કેળવવા માટે વાતચીત શરૂ કરી હતી. વૃદ્ધા પાસે રહેલું પર્સ અને ચપ્પલ એક કાપડમાં બંધાવ્યા હતા. થોડીક વારમાં વૃદ્ધા અર્ધ બેભાન જેવા થઈ ગયા હતા. વૃદ્ધા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેમણે પોતાના બંને કાનમાં પહેરેલા સોનાના બુટીયા ગાયબ થઈ ગયા હોવાની જાણ થઈ હતી.
આ સમગ્ર મામલે શારદાબેન પોતાના પરિવારજનો સાથે બી ડિવિઝન પોલીસ ખાતે દોડી ગયા હતા. પરંતુ પોલીસ સ્ટેશને શારદાબેન સાથે બનેલ ઘટનાનો ગુનો નોંધવાના બદલે માત્ર અરજી લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસે પણ ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘટનામાં બંને ગઠિયાઓ કેદ થયા હોવાનું પણ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ચોરીના બનાવામાં અગાઉ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા પ્રથમ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ તે ગુના બાબતની એફઆઇઆર રજીસ્ટર્ડ કરવામાં આવી હોવાનું બની ચૂક્યું છે. આમ, રાજકોટ પોલીસની આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ખૂબ જ જૂની હોવાનું પણ ચર્ચા રહ્યું છે.