Home /News /rajkot /નેશનલ ગેમ્સમાં રાજકોટ સ્વિમિંગમાં રેકોર્ડબ્રેકનું સાક્ષી બન્યું, જાણો, ગુજરાતે કેટલા મેડલ જીત્યા

નેશનલ ગેમ્સમાં રાજકોટ સ્વિમિંગમાં રેકોર્ડબ્રેકનું સાક્ષી બન્યું, જાણો, ગુજરાતે કેટલા મેડલ જીત્યા

રાજકોટના આંગણે ચાલી રહેલા 36મા રાષ્ટ્રીય ખેલમાં જૂના ચાર રેકોર્ડ તૂટ્યા છે અને નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ બન્યા છે.

રાજકોટના આંગણે ચાલી રહેલા 36મા રાષ્ટ્રીય ખેલમાં જૂના ચાર રેકોર્ડ તૂટ્યા છે અને નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ બન્યા છે. રાજકોટ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટના આંગણે ચાલી રહેલા 36મા રાષ્ટ્રીય ખેલમાં જૂના ચાર રેકોર્ડ તૂટ્યા છે અને નવા ચાર રાષ્ટ્રીય રેકોર્ડ બન્યા છે. રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પુરુષોની 1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધા મધ્યપ્રદેશના અદ્વૈત જૈનએ 15 મિનિટ તથા 54.79 સેકન્ડમાં પૂરી કરીને, વર્ષ 2015ના રાષ્ટ્રીય ખેલનો સજનનો 15 મિનિટ 55.78 સેકન્ડનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ કાયમ કર્યો છે. જયારે ગુજરાતના આર્યન નેહરાએ સિલ્વર મેડલ જીત્યો છે


    800 મીટર ફ્રી સ્ટાઈલમાં કોણે મેદાન માર્યું


    જ્યારે 800 મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધા દિલ્હીની ભવ્યા સચદેવાએ 9 મિનિટ 15.24. સેકન્ડમાં પૂરી કરીને. વર્ષ 2015નો આકાંક્ષા વોરાનો 9:15.30 મિનિટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સેકન્ડના ફરકથી ભવ્યાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.


    200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં આજે બે વાર રેકોર્ડ તૂટ્યા છે. સ્પર્ધામાં વર્ષ 2015માં કર્ણાટકની સજની શેટ્ટીનો 2 મિનિટ 46.39 સેકન્ડ સાથેનો રેકોર્ડ નોંધાયેલો હતો. જ્યારે આજે સવારની હિટમાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ 2 મિનિટ 45.96 સેકન્ડ સાથે રેકોર્ડ તોડ્યો હતો. તો સાંજે ફાઈનલ સ્પર્ધા 2 મિનિટ 42.63 સેકન્ડમાં પૂરી કરીને સવારનો પોતાનો રેકોર્ડ તોડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.


    4 બાય 100 મીટર સ્પર્ધામાં કોણે મેડલ મેળવ્યો


    ઉપરાંત 4 બાય 100 મીટર મીડલેમહિલાની સ્પર્ધા કર્ણાટકની ટીમે 4 મિનિટ 27.78 સેકન્ડમાં પૂરી કરીને, અગાઉનો મહારાષ્ટ્રની ટીમનો 4 મિનિટ 32.32.38 સેકન્ડનો રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક બનાવ્યો છે.


    કર્ણાટક-સર્વિસિસની ટીમે જીત્યા બે-બે સુવર્ણ ચંદ્રક


    બીજા દિવસે સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે તરણની રસાકસીભરી સ્પર્ધાઓ જામી હતી. જેમાં કર્ણાટક અને સર્વિસિસના તરવૈયા સૌથી વધુ ચાર ચંદ્રકો જીતી ગયા હતા. 1500 મીટર ફ્રી સ્ટાઇલ-પુરુષની સ્પર્ધામાં મધ્યપ્રદેશના અદ્વૈત જૈન અને ગુજરાતના આર્યન નહેરા વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી. આખરે અદ્વૈત જૈને પ્રથમ ક્રમે રહી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરી લીધો હતો. જ્યારે આર્યને રજત ચંદ્રક, તો કર્ણાટકના અનીશ ગોવડાએ ત્રીજા ક્રમે રહી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.


    800 મીટર ફ્રી સ્ટાઇલ મહિલાઓની સ્પર્ધામાં દિલ્હીની ભવ્યા સચદેવાએ સુવર્ણ ચંદ્રક જીતીને મેદાન મારી ગઈ હતી. તેલંગાણાની વૃત્તિ અગરવાલ બીજા ક્રમે રહી રજત ચંદ્રક તો કર્ણાટકની અસ્મિતા ચંદ્રાએ ત્રીજા ક્રમે રહી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.


    200 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક પુરુષની સ્પર્ધામાં સર્વિસિસ સ્પોર્ટસ્ કંટ્રોલ બોર્ડ (એસ.એસ.સી.બી.) એસ. પી. લિકીથએ સુવર્ણ, તમિલનાડુના એસ. દનુશએ રજત તો એસ.એસ.સી.બી.ના સ્વદેશ મોંડલએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાની સ્પર્ધામાં કર્ણાટકની એસ. લક્ષ્યાએ સુવર્ણ, પંજાબની ચાહત અરોરાએ રજત તો કર્ણાટકની હર્ષીથા જયરામએ કાંસ્યચંદ્રક પોતાના નામે કરી લીધો હતો. ગુજરાતની કલ્યાણી સક્સેનાએ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક જીતવાનો જુસ્સો દર્શાવ્યો હતો.

    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Medals, National Games 2022, Rajkot News, ગોલ્ડ, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन