Home /News /rajkot /રાજકોટ: લગ્નમાં લાખ મેળવવાની લાલચ ભારે પડી, હજારથી વધુ યુવક-યુવતીઓ છેતરાયા

રાજકોટ: લગ્નમાં લાખ મેળવવાની લાલચ ભારે પડી, હજારથી વધુ યુવક-યુવતીઓ છેતરાયા

હજારો યુવાનો છેતરાયા

Rajkot news: છેતરાયેલા લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે સંસ્થાની ઓફિસ પર જતા હતા ત્યારે તેમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવતા હતા. જે ફોટોગ્રાફ્સથી હેપી કસ્ટમર કેટલા છે તેવું આભાસી ચિત્ર પણ ઉભું કરવામાં આવતું હતું.

રાજકોટ: શહેરમાં લોભિયનું ધન ધુતારા ખાય તે કહેવત ફરી એક વખત સાચી ઠરી છે. રાજકોટના લવ ગાર્ડન પાસે મોટી સંખ્યામાં રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાના ભોગ બનેલા સભ્યો એકઠા થયા હતા. એકઠા થયેલા લોકોનું કહેવું હતું કે, રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ તેમની સાથે છેતરપિંડી કરી છે.

રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થા જેમના લગ્ન થવાના હોય તેમની પાસેથી રૂપિયા 25000 લગ્ન ચાંદલા સ્વરૂપે લેવામાં આવતા હતા. લગ્ન થઈ ગયા બાદ રૂપિયા એક લાખનો ચેક આપવાની વાત પણ કરવામાં આવતી હતી. એક લાખનો ચેક આપ્યા બાદ તેમાંથી ₹ 12,500 પાછા આપવાનું પણ કહેવામાં આવતું હતું. તો સાથે જ જ્યારે વ્યક્તિ ચેક લેવા આવે ત્યારે તેણે અન્ય એક સભ્ય સંસ્થાને ફરજિયાત આપવો પડશે તે પ્રકારનું પણ દબાણ કરવામાં આવતું હતું.

આ પણ વાંચો:

સંસ્થામાં કામ કરનારા કર્મચારીઓ પણ સંસ્થાના સંસ્થાપકોનો ભોગ બન્યા હોવાનું પણ જણાવી રહ્યા છે. તો ફાઉન્ડેશનના સંસ્થાપકો વિરુદ્ધ ધ્રોલ કોર્ટમાં ચેક બાઉન્સ અંગે કેસ પણ ચાલી રહ્યો હોવાનું છેતરાયેલા લોકો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: નર્સનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

છેતરાયેલા લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે સંસ્થાની ઓફિસ પર જતા હતા ત્યારે તેમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવતા હતા. જે ફોટોગ્રાફ્સથી હેપી કસ્ટમર કેટલા છે તેવું આભાસી ચિત્ર પણ ઉભું કરવામાં આવતું હતું. તો બીજી તરફ લોકોને પણ એક લાલચ જાગી હતી કે તેમને ₹25,000 નું રોકાણ કરતા એક લાખ રૂપિયા મળી જશે. જેથી લોકો ચાર ગણા રૂપિયા મેળવવાની લાલચમાં 25000 રૂપિયામાં સભ્ય પદ મેળવી લેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: ગુમ નર્સનો ત્રણ દિવસ બાદ ગળેફાંસો ખાધેલો મળ્યો મૃતદેહ



ત્યારે સમગ્ર મામલે આ બનાવો અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાય છે કે કેમ, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓની ધરપકડ કેટલા સમયમાં કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કુલ કેટલા રૂપિયા રિકવર કરવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Fraud, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन