Home /News /rajkot /ધોરાજી: નાગ-નાગણીનો પ્રણય કેમેરામાં કેદ, 30 મિનિટ સુધી એકબીજામાં ઓતપ્રોત બન્યાં

ધોરાજી: નાગ-નાગણીનો પ્રણય કેમેરામાં કેદ, 30 મિનિટ સુધી એકબીજામાં ઓતપ્રોત બન્યાં

ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય.

Snakes mating: જવલ્લેજ જોવા મળતી ઘટના ધોરાજી પાસે આવેલા ભૂતવડ ગામના એક ખેડૂતના ખેતરમાં જોવા મળી છે.

રાજકોટ: નાગ અને નાગણીનો પ્રયણ (Snakes mating) ખૂબ ઓછો જોવા મળે છે. જોકે, બંને જ્યારે પ્રણય કરી રહ્યા હોય ત્યારે જો ખલેલ પહોંચાડવામાં આવે તો જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. આવી જ રીતે સિંહ અને સિંહણ (Lion mating)નું મેટિંગ પણ ભાગ્યે જ જોવા મળતું હોય છે. આ સમયે જો કોઈ તેમને ખલેલ પહોંચાડે તો તેઓ હુમલો કરી દેતા હોય છે. રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) ખાતે જવલ્લેજ જોવા મળતો નાગ અને નાગણીનો પ્રયણ કેમેરામાં કેદ થઈ ગયો છે. એક ખેડૂતે પોતાના મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કરી લીધા છે.

મળતી માહિતી પ્રમાણે જવલ્લેજ જોવા મળતી ઘટના ધોરાજી પાસે આવેલા ભૂતવડ ગામના એક ખેડૂતના ખેતરમાં જોવા મળી છે. હાલ ખેતરમાં કોઈ વાવેતર ન હોય ખુલ્લા ખેતરમાં નાગ અને નાગણી એકબીજામાં ઓતપ્રોત જોવા મળ્યા હતા. ખેડૂતના કહેવા પ્રમાણે 30 મિનિટ સુધી નાગ અને નાગણી પ્રયણ કરતા રહ્યા હતા. આસપાસનું વાતાવરણ ખૂબ શાંત હોવાથી નાગ અને નાગણી આ રીતે પ્રણય કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે નાગ અને નાગણીને પ્રયણ કરતા જોવા એ દુર્લભ ગણાય છે.

આ પણ વાંચો: અમદાવાદ હિટ એન્ડ રન કેસ: પર્વ શાહની કારનો પીછો કરી રહેલી કારમાં બેઠેલો ખાખીધારી કોણ?

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ ભીમ અગિયારસ પર ખેતરોમાં વાવેતર કરી દીધું છે. જોકે, બાદમાં વરસાદ ન પડતા હાલ ખેડૂતો ચિંતામાં ગરક થઈ ગયા છે. હવે જો વરસાદ ન પડે તો કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે. વરસાદ દેવને રિઝવવા માટે ભૂતવડ ગામના ખેડૂતોએ રામધૂન બોલાવી છે.
" isDesktop="true" id="1110316" >



મળતી માહિતી પ્રમાણે ભૂતવડ ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં બેસીને વરસાદ પડે તે માટે પ્રાર્થના કરી હતી તેમજ રામધૂન બોલાવી હતી. ગત વર્ષે અતિવૃષ્ટિ તેમજ માવઠાને પગલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. જોકે, આ વર્ષે વાવણીનો વરસાદ થયા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
First published:

Tags: Dhoraji, Mating, Snake, ખેડૂતો, ખેતર, રાજકોટ