Home /News /rajkot /Ramvan in Rajkot: જન્માષ્ટમીની રજાઓમાં અઢી લાખથી વધુ લોકોએ લીધી રાજકોટના રામવનની મુલાકાત

Ramvan in Rajkot: જન્માષ્ટમીની રજાઓમાં અઢી લાખથી વધુ લોકોએ લીધી રાજકોટના રામવનની મુલાકાત

જન્માષ્ટમીની

જન્માષ્ટમીની રજાઓમાં રામવનમાં ઉમટી પડ્યાં લોકો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા રામવનમાં (Ramvan in Rajkot) ખુબ જ લોકોનો પ્રતિસાદ મળ્યો છે. સાતમ આઠમના તહેવારોમાં લોકોએ મુલાકાત લઇ સારો એવો પ્રતિસાદ આપ્યો

    Mustufa Lakdawala, Rajkot:રાજકોટના આજીડેમ નજીક કિશાન ગૌશાળા પાસે 47 એકર અર્બન ફોરેસ્ટ જમીનમાં નિર્માણ પામેલું રામવનમાં (Ramvan in Rajkot) સાતમ આઠમના તહેવારોમાં (Janmashtami holidays) લોકોનો મેળો ભરાયો હતો. છેલ્લા ચાર દિવસમાં જ અઢી લાખ લોકોએ મુલાકાત કરી છે. ભગવાન રામનાથ જીવન સાથે સંકળાયેલા પ્રસંગોને રામવનની અંદર કંડારવામાં આવ્યા છે. જેને જોવા માટે રાજકોટના લોકો ઉમટી રહ્યા છે.

    શું કહ્યું મેયર ડો. પ્રદીપ ડવે


    મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલા રામવનમાં ખુબ જ લોકોનો પ્રતિસાદ મળ્યો છે. સાતમ આઠમના તહેવારોમાં લોકોએ મુલાકાત લઇ સારો એવો પ્રતિસાદ આપ્યો છે. જન્માષ્ટમીના તહેવારોમાં લોકો રામવનનો લાભ લઇ શકે એટલા માટે તહેવારો શરુ થતા જ રામવન ખુલ્લું મુકવામાં આવ્યું છે. ચાર દિવસમાં અઢી લાખ લોકોએ રામવનની મુલાકાત લીધી છે.

    રામવનમાં 28 ઓગસ્ટ સુધી ફ્રીમાં પ્રવેશ


    ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો સાથે જોડાયેલા આ રામવનમાં રાજકોટ કોર્પોરેશનની ધારણાથી વધુ લોકો ઉમટી પડયા હતા. જેથી સુરક્ષા વિભાગ સહિતના અધિકારીઓએ ખડેપગે ફરજ બજાવી પડી હતી. મહાનગરપાલિકા દ્વારા 47 એકર જમીનમાં રૂ. 13.77 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રામવન-અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ ગત તા.17/8ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. લોકાર્પણ બાદ 28/8 સુધી રામવનમાં ફ્રીમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે.

    આ પણ વાંચો:  છેલ્લા ત્રણ દિવસમાં સાડા છ લાખ લોકોએ માણ્યો રાજકોટનો મેળો, જુઓ મેળાની મોજ માણતા લોકોની તસવીરો

    રામવનના યુરિનલમાં કોઈએ નળ તોડ્યા


    તા.18/8 થી તા.21/8 દરમ્યાન સાતમ આઠમના તહેવારોના પ્રસંગે અંદાજે અઢી લાખથી વધુ લોકોએ રામવનની મુલાકાત લીધી છે. રામવનમાં એક રીતે મેળા જેવી ભીડ જગ્યાના પ્રમાણમાં જામી હતીરામવનમાં મનપાની ધારણા કરતા લોકોની ભીડ ખુબ વધી ગઇ હતી. મુલાકાતીઓએ યુરીનલમાં નળ સહિતના ફીટીંગમાં નુકસાન કર્યાનું જાણવા મળ્યું હતું. આ નવા ફરવાના સ્થળે લોકો પોતાની મિલ્કત સમજીને આનંદ માણે તેવી અપીલ પણ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા કરવામાં આવી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Forests, Janmashtami festival, Rajkot Municipal Corporation, Rajkot News, Rajkot Samachar, રાજકોટના સમાચાર

    विज्ञापन
    विज्ञापन