Home /News /rajkot /રામ તેરી ગંગા મેલી હો ગઈ, ફિરોઝે એક યુવતીને બહેન બનાવી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું

રામ તેરી ગંગા મેલી હો ગઈ, ફિરોઝે એક યુવતીને બહેન બનાવી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું

યુવતીને બહેન બનાવી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું

Rajkot Rape case: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મોરબી પંથકની યુવતીને પોતાની બહેન બનાવી ઘરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. મોરબી પંથકની યુવતીને પોતાની બહેન બનાવી ઘરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા આરોપી ફિરોઝ ઉર્ફે દકો ઈકબાલભાઈ બાબવાણી વિરુદ્ધ આઇપીસીની કલમ 376, 323 મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2020માં પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ પણ ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

રિક્ષા ચાલકના ફોનમાંથી તેના પ્રેમીને ફોન કર્યો


પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી પંથકમાં કુટુંબીજનો સાથે રહેતી 19 વર્ષે યુવતી ગુરૂવારના રોજ પોતાના પ્રેમીને મળવા રાજકોટ બસ સ્ટેશન પર આવી પહોંચી હતી. યુવતી રાજકોટ બસ સ્ટેશન પર પહોંચી પરંતુ તેનો પ્રેમી ત્યાં નહીં આવતા તેણે એક રિક્ષા ચાલકના ફોનમાંથી તેના પ્રેમીને ફોન કર્યો હતો. ફોનમાં યુવતીને તેના પ્રેમીએ કહ્યું હતું કે, તે હાલ નહીં આવે પરંતુ સવારે આવશે. પ્રેમી અત્યારે નહીં પરંતુ સવારે મળવા આવશે તે વાત જાણીને રીક્ષા ચાલક ફિરોઝની દાઢ ડળકી હતી. ત્યારબાદ ફિરોઝે યુવતીને બેહલાવી ફોસલાવી પોતાની બહેન માનીને તેણીને પોતાના ઘરે લઈ ગયો હતો.

આ પણ વાંચો: અક્ષય કુમારે કહ્યુ કે, ‘હુ હેરાહેરી 3નો ભાગ નથી’ જાણો અક્ષયે કેમ લીધો આ નિર્ણય?

યુવતી સાથે તેણે બળજબરી પૂર્વક દુષ્કર્મ


ખરો ખેલ હવે શરૂ થાય છે, કારણ કે, બહેન બનાવી ઘરે લઈ જઈ યુવતી સાથે તેણે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ફિરોઝને પાટુ મારી પછાડી દઈ ત્યાંથી ભાગી નીકળી હતી અને સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસ સમક્ષ પોતાની સાથે ઘટેલી સમગ્ર ઘટનાને વર્ણવી હતી. જે બાદ પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ભાઈ બહેનના સંબંધને લજવાડે તેવો બનાવ


હાલ ભક્તિનગર પોલીસ દ્વારા હવસખોર ફિરોઝને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં ફિરોઝ પરણિત હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ અગાઉ તેને પત્ની છોડીને જતી રહી હોવાનું પણ સામે આવ્યું છે. આ કિસ્સો ભાઈ બહેનના સંબંધને લજવાડે તેવો છે. યુવતીએ ફિરોઝને ભાઈ માની તેના પર વિશ્વાસ કર્યો હતો. પરંતુ હવસખોર ફિરોઝે યુવતીને પીંખી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીઘી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Girl rape, Rajkot Crime, ગુજરાત, દુષ્કર્મ કેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन