Home /News /rajkot /

Rakshabandhan 2022: રક્ષાબંધનના તહેવારને ચરિતાર્થ કરતી બહેન, કિડની ડોનેટ કરી ભાઈને આપ્યું 'નવજીવન'

Rakshabandhan 2022: રક્ષાબંધનના તહેવારને ચરિતાર્થ કરતી બહેન, કિડની ડોનેટ કરી ભાઈને આપ્યું 'નવજીવન'

રક્ષાબંધનના

રક્ષાબંધનના તહેવારને આ ભાઈ-બહેને ચરિતાર્થ કરી બતાવ્યો

રાજકોટની બી.ટી. સવાણી હોસ્પિટલની (BT Savani Hospital, Rajkot) કે જેમાં ભાઈની બન્ને કિડની ફેઇલ  (Kidney failure) થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. પરંતુ યુવા વય હોવા છતા બહેન આગળ આવી અને ભાઈને એક કિડની ડોનેટ કરી

  Mustufa Lakdawala, Rajkot: ભાઈ-બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન (Rakshabandhan 2022). જેમાં ભાઈ બહેનની રક્ષા કરવા માટે પ્રતીજ્ઞા લે છે. પરંતુ રાજકોટમાં એક કિસ્સામાં ઊલટું જોવા મળ્યું છે. જેમાં ભાઈ નહીં પણ બહેને ભાઈની રક્ષા કરવા પ્રતીજ્ઞા લીધી અને તેને સાકાર પણ કરી રહી છે. વાત છે રાજકોટની બી.ટી. સવાણી હોસ્પિટલની (BT Savani Hospital, Rajkot) કે જેમાં ભાઈની બન્ને કિડની ફેઇલ (Kidney failure) થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. પરંતુ યુવા વય હોવા છતા બહેન આગળ આવી અને ભાઈને એક કિડની ડોનેટ કરી. બહેનની કિડનીથી ભાઈને નવજીવન (New life) મળ્યું અને આજે હોંશે હોંશે ભાઈ-બહેન પોતાની જિંદગીને માણી રહ્યા છે. ખરા અર્થમાં રક્ષાબંધનના તહેવારને આ ભાઈ-બહેને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

  અઠવાડિયામાં બે-ત્રણ વાર ડાયાલિસિસ

  બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના કિડની સ્પેશિયાલિસ્ટ ડો.વિવેક જોશીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં અને સંસ્કૃતિમાં બહેન-ભાઈ વચ્ચેના સંબંધનો તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવા માટેની પ્રતીજ્ઞા લે છે. પરંતુ અમારી હોસ્પિટલમાં એક ભરતભાઈ નામના દર્દી હતા એમની સંજોગોવસાત બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. તેમને નિયમિત અઠવાડિયામાં બેથી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું.

  મારું દુખ મારી બહેનથી જોઇ ન શકાયું

  બહેનની કિડનીથી નવજીવન મેળવનાર ભરતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, હું કિડનીના રોગથી પીડાતો હતો. 10 મહિનાથી ડાયાલિસિસ કરાવતો હતો. પછી મારી બહેન મારુ દુખ દર્દ ન જોઈ શકી અને તેણે તેની કિડની મને આપી. મારા બનેવીએ પણ આ બાબતે સપોર્ટ કર્યો હતો. હાલ મને સારું છે. રક્ષાબંધન પર ભાઈ બહેનની રક્ષા કરે પણ મારી તો મારી બહેને રક્ષા કરી છે. મારી બહેનનો આભાર માનુ એટલો ઓછો છે કે મને ફરી ઉભો કર્યો છે. બહેન દયાબેન વાગડિયાએ જણાવ્યું હતું કે, મારા ભાઈની બન્ને કિડની ફેઇલ હતી. એટલે એનું દુખ મારાથી ન જોવાયું એટલે મેં નક્કી કર્યું કે, મારા ભાઈને હું કિડની આપું. બાદમાં મારા સાસરીયા પક્ષે મને સપોર્ટ કર્યો એટલે મેં મારા ભાઈને કિડની આપી. અત્યારે મારા ભાઈ અને મને પણ સારું છે.

  બહેનની વય પણ યુવાવસ્થા છે

  ડો.વિવેક જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં તેમના બહેન જે પોતે પણ યુવાન છે. પરંતુ પોતાના પરિવારની સંમતિથી તેમણે પોતાના ભાઈની રક્ષા માટે થઈને અને પોતાના ભાઈને નવજીવન આપવા માટે થઈ પોતાની કિડનીનું દાન કર્યું. તેમના ભાઈમાં દાન કરેલી બહેનની કિડની બરાબર કામ પણ કરે છે. આથી ભાઈને નવજીવન મળ્યું છે. હવે ભરતભાઈને ડાયાલિસિસની જરૂરિયાત પણ પડતી નથી. સમાજ માટે બહેને ભાઈને કિડની આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

  આ પણ વાંચો:   World Lion Day: આ દિવસની ઉજવણીની શરૂઆત કોણે અને ક્યારથી કરી? ભુષણ પંડ્યા જણાવે છે સિંહ દિવસની ગાથા

  કિડની ફેઇલ થવા શું હોય છે કારણો

  ડો. વિવેક જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કિડની ફેઇલ થઇ જવાના ઘણા કારણો હોય છે. ઘણી વખત કારણ મળે છે. અમુક બિમારીને કારણે કિડની ફેઇલ થઈ જાય છે. કિડનીમાંથી ઝેરી તત્વો સાફ ન થાય અને પરિણામે તેને મશીન દ્વારા સફાઈ કરવી પડે તેનું નામ ડાયાલિસિસ. ડાયાલિસિસની પ્રક્રિયા ઘણી જટિલ હોય છે અને ઘણી વખત દર્દીને તકલીફ પણ પડે છે. આવા કિસ્સામાં જો તેમને લાયક ડોનર મળે તો નવજીવન મળે છે. સરકારે આ માટે નિયમો બનાવ્યા છે કે, કોણ કોને કિડની આપી શકે. દર્દીના અંગત સગાવ્હાલા જેમ કે, માતા-પિતા, ભાઈ, બહેનની કિડનીનું મેચિંગ આવતું હોય તો તે કિડની વધારે સારી રીતે કામ કરે છે. આને લાઈન ડોનેટ કહેવામાં આવે છે. સરકારને એક સ્ટેટની ઓથોરાઇઝ કમિટી હોય છે, આ માટેના નિયમને સોટા કહેવામાં આવે છે. નિયમનો અભ્યાસ કરી કમિટી આવા ટ્રાન્સપ્લાન્ટ માટે પરમિશન આપે ત્યારબાદ જ કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Brother sister, Festival, Kidney, Rajkot News, Raksha Bandhan 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन