સામાન્ય રીતે આપણે ત્રણ ભાષાઓ જાણતા હોઈએ છીએ. પરંતુ રાજકોટમાં રહેતા રાજમાન નકુમ નામના યુવકે 10 ભાષામાં લખવા-વાંચવા અને બોલવામાં પ્રભુત્વ હાંસિલ કર્યું છે. જેથી તેનું નામ છથી વધુ ભાષા જાણતા હોય એવા વિશ્વના 1200 લોકોની યાદી નોંધવામાં આવ્યું છે.
રાજકોટ : દરેક લોકોના શોખ અલગ અલગ હોય છે. કોઈને ખાવા પીવાનો શોખ તો કોઈને હરવા ફરવાનો શોખ. તો કોઈને ભણવાનો શોખ તો કોઈને શીખવાનો શોખ. ત્યારે આજે અમે રાજકોટના એક એવા વિદ્યાર્થીની વાત કરીશું કે તેની ગણતરી વિશ્વના 1200 લોકોમાંથી થાય છે. જી હા રાજકોટનો રાજમાન નકુમ વિશ્વની 10 ભાષાઓ પર પ્રભુત્વ મેળવીને એક અલગ જ મુકામ હાંસલ કર્યું છે. રાજમાન નકુમ મુળ રાજકોટનો વતની છે. તે હાલ આણંદમાં મેકાટ્રોનિક્સમાં બી.ટેકનો અભ્યાસ કરે છે. તેણે અભ્યાસની સાથોસાથ 10 ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું છે.
પિતાએ આપી ભાષા શીખવાની પ્રેરણા
રાજમાન નકુમ માત્ર આ 10 ભાષાન જાણતો જ નથી. પરંતુ તેને આ 10 ભાષાને લખતા અને બોલતા પણ આવડે છે. નકુમ છેલ્લા 5 વર્ષથી દેશ વિદેશની 10થી વધુ ભાષા શીખી રહ્યો હતો.રાજમાન નકુમે કહ્યું કે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણેતેના પિતા વિવિધ ભાષાઓ શીખી શક્યા ન હતા. જેથી નકુમે આ સપનુ પુરૂં કરવાનું નક્કી કર્યું. નકુમને તેના પિતાએ વિવિધ ભાષા શીખવાની પ્રેરણા આપી છે. નકુમે ધોરણ 9નુ વેકેશન જેવુ જ પડ્યુ કે તરત જ અલગ અલગ ભાષાઓ શીખવાનું શરૂ કરી દીધુ હતું.
6થી વધુ ભાષાના જાણકારને 'હાઇપર પોલિગ્લોટ' કહેવામાં આવે છે.
3 પ્રાથમિક ભાષાઓ સિવાય 7 ભાષાઓ પર મેળવ્યું પ્રભુત્વ
નકુમ પહેલેથી જ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી પર સારી એવી પકડ ધરાવે છે. એટલે તેને નવી 7 ભાષાને શીખવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. નકુમ રાજકોટમાં હતો. ત્યારે તેને ફ્રેન્ચ ભાષા શિખવાનું શરૂ કર્યુ હતું. જે બાદ તેને પોર્ટુગીઝ અને ઈટાલિયન ભાષા શિખી.જે બાદ તેને જર્મન,ફ્રેન્ચ,પોર્ટુગીઝ,રશિયન,સ્પેનિશ અને ઇટાલિયન જેવી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું.
10થી વધુ ભાષા આવડતી હોય તેવા સમગ્ર વિશ્વમાં માત્ર 1200 જેટલા લોકો છે. આજે નકુમની ગણતરી આ 1200 લોકોમાં કરવામાં આવે છે. જે લોકોને 6થી વધુ ભાષા આવડતી હોય તેમને 'હાઇપર પોલિગ્લોટ' કહેવામાં આવે છે. રાજમાન નકુમને અલગ અલગ દેશો સાથે બિઝનેસ કરવો છે. તેથી તે અલગ અલગ દેશોની ભાષા શીખી રહ્યો છે. આમ રાજકોટનો નકુમ આ 10 ભાષાને કડકડાટ બોલી પણ શકે છે અને લખી પણ શકે છે.