ભગવાન શંકરના મંદિર માં પ્રવેશ કરો એટલે તરત જ પોઠિયો (Bul) અને કાચબા(Turtle) ના પ્રતિક (Symbol) જોવા મળે. જો કે એ કાચબો પ્રતિક અને મૂર્ત સ્વરૂપે હોય છે.
મુસ્તુફા લાકડાવાલા, રાજકોટ: ભગવાન શંકરના મંદિર માં પ્રવેશ કરો એટલે તરત જ પોઠિયો(Bul)અને કાચબા(Turtle) ના પ્રતિક (Symbol) જોવા મળે. જો કે એ કાચબો પ્રતિક અને મૂર્ત સ્વરૂપે હોય છે. કહેવાય છે કે જ્યાં જ્યાં મહાદેવ ત્યાં ત્યાં પોઠિયો, કાચબો, પરંતુ શું તમે કોઇ મહાદેવના મંદિરમાં જીવિત કાચબા પ્રતિક સ્વરૂપે મહાલતા જોયા છે? જોકે આવા દૃશ્યો તમને આખા સૌરાષ્ટ્ર (Saurashtra) માં રાજકોટ (Rajkot) માં આજી નદીના કાઠે(On the banks of the river Aji)આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલા પોણા ચારસો વર્ષ જૂના સોમનાથ મહાદેવના મંદિર(Somnath Mahadev Temple)માં જોવા મળે છે.
મંદિરમાં સ્થાપના થઇ ત્યારથી અહીં કાચબા છે. શરૂઆતમાં કોઇ કાચબાની એકી જોડી મૂકી ગયું હતું. તેમાંથી કાચબાની સંખ્યા વધતી ગઇ. મુખ્યત્વે ધૂળિયામાં કાચબા તરીકે આ ઓળખાતા આ કાચબા મહાદેવનું પ્રતિક હોય તેને જ મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું, પછીથી આ મંદિર કાચબા મંદિર Turtle Temple in Rajkot)કે કાચબાની જગ્યા તરીકે ઓળખાવા લાગ્યું.
પોણા ચારસો વર્ષ જૂનું આ મંદિર
આ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બેડીનાકા ટાવર પાસે નદીના કાંઠે મહાદેવનું કાચબાનું મંદિર આવેલું છે. પોણા ચારસો વર્ષ જૂનું આ મંદિર છે. પહેલા અહીં ગીરીબાપુ હતા અને તેની સમાધિ પણ મંદિરમાં આવેલી છે. તેઓએ જીવતી સમાધિ લીધી હતી અને સમાધિમાં 7 દિવસ સુધી જીવતા હતા. બાદમાં તેમના ચેલાએ મંદિરનું સંચાલન સંભાળ્યું અને વર્ષો બાદ અમારા વંશ પરંપરા મુજબ હાલ અમે મહાદેવની પૂજા-અર્ચના કરીએ છીએ. વર્ષો પહેલા પોણા ત્રણસો કાચબાઓ હતા. હજી પણ કાચબાઓ મોટી સંખ્યામાં છે. નામ સોમનાથ મહાદેવ રાખ્યું છે પણ મંદિર કાચબા મંદિર તરીકે જાણીતું છે.
એક સમયે આખો રૂમ ભરાય એટલા કાચબા હતા
પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, રોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં મહાદેવની પૂજા કરવા આવે છે. સવારે સાડા છ વાગ્યાનો અને સાંજે સાડા છ વાગ્યાનો આરતીનો સમય છે. કાચબાઓને અમે શાકભાજી ખવડાવીએ છીએ. કાકડી, ટમેટા, બટેટા, રીંગણા ખવડાવીએ છીએ. અમારા બદાદાબાપુ હતા તેમને કાચબાનો શોખ હતો એટલે તેમણે મંદિરમાં રાખ્યા અને ધીમે ધીમે કાચબાની સંખ્યા વધી. એક સમયે તો આખો રૂમ ભરાય જાય એટલા કાચબા થયા હતા. આના પરથી નામ પડ્યું કાચબા મંદિર. કોઈ પણને આ મંદિરે આવવું હોય તો બેડીનાકા ટાવર પાસે આવીને કોઈને પણ પૂછે તો મંદિર સુધીનો રસ્તો બતાવે છે.
કર્ફ્યુમાં બે કાચબા મંદિર બહાર નીકળતા પોલીસે ગોળી મારી
પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, આજથી 35થી 40 વર્ષ પહેલા રાજકોટમાં કર્ફ્યુ લાગ્યો હતો. ત્યારે બે કાચબા બહાર નીકળી ગયા હતા. આથી પોલીસવાળાએ એમ થયું કે આ જીવજંતુ છે તો ગોળી મારી દઇએ અને ગોળી પણ મારી. જેમા કાચબાની ઢાલમાં કાણું પડી ગયું પણ કાચબાને કાંઈ નહોતું થયું. બાદમાં પોલીસવાળાને કહીને અમે કાચબા પાછા મંદિરમાં લઈ લીધા હતા. ગોળી મારી છતાં કાંઈ થયું નહોતું. ત્યારે હું 8થી 9 વર્ષનો હતો. છેલ્લે અમે સરગમ ક્લબવાળાને છ કાચબા આપ્યા હતા. બાદમાં હળવે હળવે અમે પાછા હળવદ, ચોટીલા થાન બાજુના જંગલમાંથી કાચબા શોધી લાવ્યા અને ફરીથી વસાવ્યા.
ભગવાન શંકરે પોઠિયા (નંદી)ની જેમ કાચબાને પણ મંદિરમાં સ્થાન આપેલું છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, કાચબો એ જ્ઞાનનું પ્રતીક છે. જેમ કાચબો પોતાના પગ અને મોઢું સંકોચી લે છે તેમ માણસોએ મહાદેવના દર્શન કરતા પહેલા સારા ખરાબ વિચારો પડતા મૂકીને તમામ ઇન્દ્રિય ઓ સંકોચી લઇ સંયમ જાળવવો જોઇએ. એટલે કે કાચબાના દર્શન પછી તેની પાસેથી જ્ઞાન અને સંયમની શિક્ષા લઇ પછી જ લોકો મહાદેવના દર્શન કરી શકશે તેવું વરદાન ભગવાન શંકરે કાચબાને આપ્યું હતું. એટલે જ મહાદેવના તમામ મંદિરમાં કાચબાનું પ્રતીક જોવા મળે છે.
આ અનોખા મંદિરમાં કાચબાના પ્રતીક નહી પણ જીવતા કાચબાના દર્શન કરી શકાય છે. આ સોમનાથ મહાદેવ મંદિરનો આરતીનો સમય સવારે 6:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે થાય જેમાં ભકતો બહોળી સંખ્યામાં લાભ લેતા હોયછે. તેમજ આ મંદિરની દેખરેખનું કામ મંદિરના પૂજારી કમલેશપરી બાપુ દ્વારા કરવામાં આવે છે, આ સોમનાથ મહાદેવ મંદિરરાજકોટના આજી નદીના કાઠે આવેલા બેડીનાકા પાસે ખડપીઠ રોડ પર આવેલ છે.અને તેનો સંપર્ક કરવા માટે નંબર : 96244 14431 છે.