Home /News /rajkot /

Rajkot: રાજકોટના ડોક્ટરે ગુજરાતમાં ડંકો વગાડ્યો, ENT હિમાંશુ ઠક્કરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું

Rajkot: રાજકોટના ડોક્ટરે ગુજરાતમાં ડંકો વગાડ્યો, ENT હિમાંશુ ઠક્કરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું

રેર

રેર ઓફ ધ રેર કેસ સોલ્વ કર્યો

રાજકોટના જાણીતા ઇએનટી (ENT) સર્જન ડો. હિમાંશુ ઠક્કરનું નામ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ થયું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ (India Book of Records)માં સ્થાન મેળવી ડો. હિમાંશુ ઠક્કરે કીર્તિમાન રચ્યો છે.

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટના જાણીતા ઇએનટી(ENT)સર્જન ડો. હિમાંશુ ઠક્કરનું નામ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધથયું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ (India Book of Records)માં સ્થાન મેળવીડો. હિમાંશુ ઠક્કરે કીર્તિમાન રચ્યોછે. તેઓએ અનેક એવા કેસોસોલ્વકર્યા છે. જેનાથી બાળકોને નવજીવન મળ્યું હોય. કેટલાય એવા દર્દીનો ઈલાજ તેઓએ ફ્રીમાં પણ કરી આપ્યોછે કે જેઓના પરિવારની આર્થિક પરિસ્થિતિસાવ નબળી હોઈ.

    રેર ઓફ ધ રેર કેસ સોલ્વ કર્યો હતો

    આ અંગે ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, રાજકોટમાં હું ઇએનટી સર્જન તરીકે 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મેં મેડિકલ ફિલ્ડનો એક અનોખો કિસ્સો ઓપરેટ કર્યો હતો. આ કેસ સુત્રાપાડા તાલુકાના મતાના ગામનો હતો. જેમાં એક બાળક વિસ્મય નકુમ કે જેની ઉંમર માત્ર 3 વર્ષ હતી ત્યારે તેના સગાના જણાવ્યા મુજબ તે પ્લાસ્ટિકની સીસોટી ગળી ગયો હતો અને વારંવાર કફ-ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

    બાળકને શા માટે જીવનું જોખમ હતું

    ડો. હિમાંશુ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ વસ્તુ 7 વર્ષ જેવા લાંબા સમયથી શ્વાસનળીમાં ફસાયેલ હોય એટલે તે શ્વાસનળીની દીવાલ સાથે ચોંટી જાય અને કાઢતી વખતે જીવનું જોખમ રહેલ હોય પણ આવી વિકટ પરિસ્થિતિમા પણ આવા અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં માહિર એવા ડો. ઠક્કરે સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડી બાળકને નવજીવન આપ્યું હતું અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ સ્થાપી નવો કીર્તિમાન રચ્યો છે. આ મારા માટે ગર્વની વાત છે.

    માતા-પિતાએ અનેક જગ્યાએ દવાઓ કરાવી હતી

    ડો. હિમાંશુ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, અનેક દવાઓ કરાવ્યા બાદ પણ સતત 7 વર્ષ સુધી આજ તકલીફ બાળક સહન કરતો રહ્યો અને જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત મારી હોસ્પિટલમાં તપાસ કરાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે વિસ્મયની શ્વાસનળીમાં જમણી બાજુ છેક ઊંડે પ્લાસ્ટિકની સીસોટી ફસાયેલી હતી. જે ડો હિમાંશુ ઠક્કરે દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં કોઈ પણ જાતના કમ્પ્લિકેશન વગર કાઢી આપી બાળકને નવજીવન આપ્યું હતું. તબીબી જગતમાં પણ આ અનોખો કિસ્સો કહી શકાય.

    શું કહે છે વિસ્મયના મામા

    વિસ્મયના મામાએ જણાવ્યું હતું કે, મારો ભાણેજ 3 વર્ષનો હતો ત્યારે સીસોટી ગળી ગયો હતો. બાદમાં અમે કોડીનાર, વેરાવળ, જૂનાગઢ બધી જગ્યાએ હોસ્પિટલમાં દવાઓ લીધી હતી. બાદમાં અમે રાજકોટ આવ્યા અને ડો.તન્ના સાહેબને મળ્યા હતા. તેણે સિટી સ્કેન કરાવ્યો હતો. સિટી સ્કેનમાં સીસોટી જોવા મળી હતી. આથી તન્ના સાહેબે ડો, હિમાંશુ ઠક્કર સાહેબનું નામ આપ્યું હતું. આથી અમે ત્યાં ગયા અને ડોક્ટરે દૂરબીનથી સીસોટી કાઢી આપી અને મારા ભાણેજને નવુ જીવન આપ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Records, ડોક્ટર, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन