Home /News /rajkot /

Rajkot: 'Har Ghar Tiranga' અભિયાનને હોંશે હોંશે વધાવતા રાજકોટવાસીઓ, 3 લાખથી વધુના ખરીદ્યા રાષ્ટ્રધ્વજ

Rajkot: 'Har Ghar Tiranga' અભિયાનને હોંશે હોંશે વધાવતા રાજકોટવાસીઓ, 3 લાખથી વધુના ખરીદ્યા રાષ્ટ્રધ્વજ

રાજકોટવાસીઓ

રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા

હર ઘર તિરંગા (Har Ghar Tiranga campaign) અભિયાન હેઠળ રાજકોટમાં મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ (Indian National Flag)નું વેચાણ થયું છે. ખાદી ગ્રામઉદ્યોગના મેનેજરે એક અઠવાડિયામાં અઢીથી ત્રણ લાખના રાષ્ટ્રધ્વજ વેચાણ થયાનું જણાવ્યું છે.

    Mustufa Lakdawala, Rajkot: હર ઘર તિરંગા (Har Ghar Tiranga campaign) અભિયાન હેઠળ રાજકોટમાં મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ (Indian National Flag)નું વેચાણ થયું છે. ખાદી ગ્રામઉદ્યોગ (Khadi Gram Udyog)ના મેનેજરે એક અઠવાડિયામાં અઢીથી ત્રણ લાખના રાષ્ટ્રધ્વજ વેચાણ થયાનું જણાવ્યું છે. હજુ આગામી દિવસોમાં 5 લાખનું વેચાણ થાય તેવી શક્યતા છે. 1000થી 1200 રાષ્ટ્રધ્વજનું વેચાણ થવાનો અંદાજ છે. આથી રાજકોટના લોકો દેશ ભક્તિના રંગે રંગાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) એક આહવાનથી રાજકોટવાસીઓ (Rajkotians) પોતાના ઘર, ઓફિસ પર તિરંગો લહેરવા ખાદી ગ્રામઉદ્યોગ કેન્દ્રમાં પડાપડી કરી રહ્યા છે.

    રાજકોટમાં આ જગ્યા પર મળે છે તિરંગા

    રાજકોટના ઢેબર રોડ ત્રિકોણ બાગ ખાતે આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગના મેનેજર જીતેન્દ્રભાઇ શુકલે જણાવ્યું હતું કે, આ વખતે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનું સૂત્ર લોકો ખુબ જ ઉત્સાહથી અપનાવી રહ્યા છે.મોટા ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, મોટા બિલ્ડીંગમાં રહેતા લોકો વ્યક્તિગત રીતે તિરંગા બલ્કમાં લઇ જાય છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર જ રાષ્ટ્રઘ્વજનું અઢીથી ત્રણ લાખનું થઈ ગયું છે.

    10 લાખના તિરંગાના વેચાણની શક્યતા

    જીતેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હજી ચાર પાંચ દિવસમાં 5 લાખના રાષ્ટ્રધ્વજનું વેચાણ થશે. આશરે 10 લાખના રાષ્ટ્રઘ્વજનું વેચાણ થશે. અમારે સરકાર માન્ય કર્ણાટકમાં હુબલી શહેર છે ત્યાં કેવાયસી ખાદી કમિશનનું સેન્ટર છે. ત્યાંથી જ પ્યોર ખાદીનું કોટન કાપડ આવે છે અને આ કાપડ હેન્ડ મેડ છે. આ રાષ્ટ્રધ્વજ થોડો મોંઘો પડે પણ પ્યોર હોઈ છે. આપણા બંધારણમાં માન્ય છે એ જ હુબલી શહેરમાં આવેલ સેન્ટરમાંથી રાષ્ટ્રધ્વજ મળે છે.

    આ પણ વાંચો:    લમ્પીના કહેરથી ગાયોને બચાવવા રવિન્દ્ર જાડેજાએ તેમના ગુરુએ બનાવેલી આ દવાનો ઉપયોગ કરવાની કરી અપીલ

    જાણો તિરંગાની સાઈઝ

    લોકો પોતાના ફ્લેટમાં રાખવા માટે 2 બાય 3 ફૂટનો રાષ્ટ્રધ્વજ લઇ જાય છે. તેમજ ઓફિસમાં રાખવા માટે સ્ટેન્ડવાળો રાષ્ટ્રધ્વજ લઇ જાય છે. જેમાં સિંગલ અને ડબલ સ્ટેન્ડવાળો રાષ્ટ્રધ્વજ હોઈ છે. મોટી સરકારી ઓફિસ હોઈ તો એ 4 બાય 6 અને સાડા ત્રણ બાય ચાર ફૂટનો રાષ્ટ્રધ્વજ વધુ લઇ જાય છે. અમારી પાસે સાદા અને દોરીવાળા બંને રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે. મોટામાં મોટી સાઈઝમાં 4 બાય 6 આવે, પછી 4 બાય 3.5 આવે, પછી 2 બાય 3 આવે છે. ઇંચમા પણ આવે છે. જેમાં 18 બાય 27 આવે, 1 બાય 2 પણ આવે છે જે સ્ટેન્ડમાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 75 years of independence, 75th Independence Day, Aazadi ka amrut mahotsav, Latest News Rajkot, National Flag, Rajkot News, Rajkot Samachar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन