સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના તમામ લોકોની નજર રાજકોટ 69 બેઠક પર છે. કારણ કે અહીં ગુજરાતના સીએમ વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યાં છે. જો કે આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. પરંતુ આ વખતે ભાજપને ટક્કર આપવા કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ એડી ચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ આ બંને વચ્ચે પાટીદારો પણ સૌથી મોટી ભુમિકા ભજવી રહ્યાં છે.
આ જ બેઠક પરથી કર્ણાટકના ગવર્નર બન્યા પહેલા વજુભાઈવાળા 7 વખત વિજેતા બન્યા હતા. તો મોદી પણ આ જ બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતાં. અને જીત મેળવી હતી. તો પેટાચૂંટણીમાં વિજય રૂપાણી વિજેતા બન્યા બાદ મુખ્યમંત્રી બન્યા હતા.
ત્યારે કાંટાની ટક્કરમાં વિજય રૂપાણી સામે ઇન્દ્રનિલ રાજ્યગુરૂ છે. ત્યારે આર્થિક રીતે ખૂબ જ સદ્ધર એવા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સીએમ રૂપાણીને હરાવવાની નેમ લઈ બેઠા છે. ત્યારે જોવાનું તો એ છે કે આ કાંટાની ટક્કરમાં કોણ બાજી મારે છે.