Home /News /rajkot /રાજકોટઃ 14 શંકાસ્પદ વાહનો સાથે ભંગારના ધંધાર્થી ઝડપાયો, અગાઉ 65 વાહનો ભાંગ્યા હતા
રાજકોટઃ 14 શંકાસ્પદ વાહનો સાથે ભંગારના ધંધાર્થી ઝડપાયો, અગાઉ 65 વાહનો ભાંગ્યા હતા
આરોપી અને શંકાસ્પદ વાહનો
ડેલાના સંચાલક રૈયા રોડ નહેરૂનગર 5માં રહેતાં શાહિદ કાદરભાઇ ચુડેસરાએ પોલીસને જણાવ્યું હતું. હાલ તો પોલીસે દરેક વાહનોના માલિકોને બોલાવી દરેક વાહનોની ખરાઈ કરશે અને બાદમાં ભંગારના ધંધાર્થી સામે યોગ્ય પગલાં ભરશે.
રાજકોટઃ રાજકોટમાંથી (Rajkot) એક ભંગારના ડેલમાં શંકાસ્પદ વાહનો (uspicious vehicles) હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે (crime branch) તપાસ કરી હતી. જ્યાંથી અલગ અલગ 14 ટુવ્હીલર કબ્જે લીધા હતા. આ વાહનો માલિકોની મંજુરીથી ભાંગવા માટે આવ્યા કે અન્ય કોઇ રીતે એ સ્પષ્ટ થતું ન હોઇ હાલ શંકાસ્પદ ગણી કબ્જે કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના મોચીબજાર શિતલ પાર્ક પાસે ભંગારના ડેલામાં શંકાસ્પદ વાહનો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં અલગ અલગ 14 ટુવ્હીલર રૂપિયા 70 હજારના મળી આવતાં કબ્જે લીધા હતાં. આ પૈકી અમુક વાહનોની આરસી બૂક છે અને અમુકના બેંક લેટર છે.
ભંગારમાં ભાંગવા માટે આવ્યાનું ડેલાના સંચાલક રૈયા રોડ નહેરૂનગર 5 માં રહેતાં શાહિદ કાદરભાઇ ચુડેસરાએ પોલીસને જણાવ્યું હતું. જો કે આ વાહનો માલિકોની મંજુરીથી ભાંગવા માટે આવ્યા કે અન્ય કોઇ રીતે એ સ્પષ્ટ થતું ન હોઇ હાલ શંકાસ્પદ ગણી કબ્જે કર્યા છે.
અન્ય 65 વાહનોની આરસી બૂક પણ શાહિદ પાસેથી મળી છે. આ વાહનો તેણે અગાઉ ભાંગી નાંખ્યા છે.પોલીસના કહેવા મુજબ શાહિદે આ વાહનો સ્ક્રેપ તરીકે ભાંગવા માટે ખરીદ કર્યા હોય તો પણ તેની પાસે આરટીઓ કચેરી તરફથી વાહનના રજીસ્ટ્રેશન કેન્સલ કરાવ્યા છે તે મુજબનો લેટર હોવો જોઇએ. આવા લેટર પણ તેની પાસે નથી. જેથી વાહન માલિકોને બોલાવી વધુ તપાસ કરવામાં આવશે.
ભંગારના ડેલામાં શંકાસ્પદ વાહનો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં અલગ અલગ 14 ટુવ્હીલર રૂપિયા 70 હજારના મળી આવતાં કબ્જે લીધા હતાં. આ પૈકી અમુક વાહનોની આરસી બૂક છે અને અમુકના બેંક લેટર છે.
" isDesktop="true" id="1108160" >
ભંગારમાં ભાંગવા માટે આવ્યાનું ડેલાના સંચાલક રૈયા રોડ નહેરૂનગર 5માં રહેતાં શાહિદ કાદરભાઇ ચુડેસરાએ પોલીસને જણાવ્યું હતું. હાલ તો પોલીસે દરેક વાહનોના માલિકોને બોલાવી દરેક વાહનોની ખરાઈ કરશે અને બાદમાં ભંગારના ધંધાર્થી સામે યોગ્ય પગલાં ભરશે.