Home /News /rajkot /રાજકોટ: યુવાનો જાહેરમાં કરી રહ્યા છે જોખમી બાઇક સ્ટંટ, જુઓ વાયરલ વીડિયો

રાજકોટ: યુવાનો જાહેરમાં કરી રહ્યા છે જોખમી બાઇક સ્ટંટ, જુઓ વાયરલ વીડિયો

રાજકોટમાં રસ્તા પર સ્ટંટ કરનારા યુવકોનો વીડિયો વાયરલ

Rajkot stunts viral video: રાજકોટમાં જાહેરમાં બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા યુવાનો જોવા મળ્યા. સોશિયલ મીડિયામાં સ્ટંટનો વીડિયો વાયરલ થયો. ગઈકાલે એક સમાજની રેલીમાં કેટલાક યુવાનો દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યા

રાજકોટ: શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક સાથે સ્ટંટ કરનારા યુવકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેરમાં બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા યુવાનો જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે એક સમાજની રેલીમાં કેટલાક યુવાનો દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા, ત્યારે વીડિયો રાજકોટના સંત કબીર રોડનું હોવાનુ સામે આવ્યું છે. આ વાયરલ થયેલા વીડિયો મામલે પોલીસ કોઈ શિક્ષાત્મક પગલાં લેશે કે કેમ, તે જોવાનું રહ્યું.

ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

મળતી માહિતી મુજબ, રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં એક સમાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયકાનગઢ તેમજ રાજકોટ શહેર ભાજપના મંત્રી કિશોરભાઈ રાઠોડ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આશોભાયાત્રાનું ભવ્યાથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 14 મી જાન્યુઆરીના રોજ આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો: રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ટી સ્ટોલમાં તોડફોડ CCTVમાં કેદ

બાઈક સાથે સ્ટંટ કર્યા હોવાના વીડિયો સામે આવ્યા

શોભાયાત્રામાં કેટલાક તોફાની ટીખળ તત્વોએ બાઈક સાથે સ્ટંટ કર્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ, તે પણ જોવું હતી મહત્વનું બની રહેશે. કારણ કે જે જગ્યાનો વીડિયો વાયરલ થયો છે, તે બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સંત કબીર રોડ પરનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News, Viral videos

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन